સુરતના પોષ વિસ્તાર ગણાતા પીપલોદમાં ઓયસ્ટર હોટેલમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી હતી. દારૂની મહેફિલ માણતી મહિલાઓ પૈકી 21 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. તેમના દેખાવ પ્રમાણે પરથી લાગે છે કે તેઓ ઉચ્ચ વર્ગની મહિલાઓ છે.
કીટીપાર્ટીની આડમાં દારીની મહેફિલ કરતી ખાનદાન ઘરની મહિલાઓએ ફેસબુક ઉપર લાઇવ કરતાં સમગ્ર મામલે પોલીસ કમિશનરને ફરિયાદ થઇ હતી. હવે પ્રશ્ન એ થાય છે કે ઉચ્ચ વર્ગની મહિલાઓ હોવાથી શું તેમની અટકાયત ન થઈ શકે?
મહિલાઓની કીટીપાર્ટીની આડમાં દારુની મહેફિલની વાત પોલીસ કમિશનરના કાન સુધી પહોંચી હતી. જેના પગલે ઉમરા પોલીસને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ એક્શનમાં આવેલી ઉમરા પોલીસની ટીમે મહિલા પોલીસની સાથે ઓયસ્ટર હોસ્પિલ પર પહોંચી ગયા હતા.
પોલીસને ઘટના સ્થળ પરથી દારૂના નશામાં ધૂત 21 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. કીટી પાર્ટીની આડમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. પોલીસ ત્રાટકતા હોટલના સ્ટાફમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.
પોલીસે પકડી પાડેી તમામ મહિલાઓ બિલ્ડર, કાપડ વેપારી, હીરા વેપારીના પરિવારની હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રેડને પગલે હોટલમાં ભાગદોડ મચી ગઇ હતી. દારૂની મહેફિલ જમાવી બેઠેલી મહિલાઓએ પોલીસને જોઇ બચવા માટે હવતીયા માર્યા હતા. પોતે દારૂ નહીં પીધો હોવાની પણ કેફિયત રજુ કરી હતી. તેમની વચ્ચે પડેલી વોડકા અને વિસ્કીની ચાર બોટલોએ તેમના જુઠ્ઠાણાની પોલી ખોલી નાંખી હતી. પોલીસે વિસ્કી અને વોડકા ભરેલા અડધા ગ્લાસ પણ કબજે કર્યા હતા. દારૂની બોટલની કિંમતની બેથી પાંચ હજાર સુધીની હોવાનું સુત્રોનું કહેવું છે.
કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા બેચલર પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન ઉમરા પોલીસે હોટેલમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તો ધરપકડ કરાયેલી તમામ મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જવાઇ છે, જ્યાં તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા બાદ છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે શનિવારે સવારે પોલીસ સ્ટેશન પણ બોલાવવામાં આવ્યા છે.
દારૂની મહેફિલમાં ઝડપાયેલ મહિલાઓઃ
આરતીબેન યશભાઈ સાહ- પીપલોદ,
ધનીષાબેન અમરસિંહભાઈ વડીયા – પીપલોદ,
નિધિ વિકાશ ઝુનેઝા – ઘોડ દોડ રોડ,
બિનડિયા દિપક મલ્હોત્રા- વેસુ,
મોના અશોકરાઈ – સીટી લાઈટ
કરીશમાં ફિરોઝખાન અસિફખાન-અડાજણ,
રોહિણી રોહિતશેઠ -મગદલ્લા રોડ,
રાનું સુમિતકુમાર – ભટાર,
સાક્ષી રવિ યદાની – ઘોડ દોડ રોડ,
સિખા અતુલ ખુલ્લર – સીટી લાઈટ, આ સિવાય લોજિસ્ટીકના વેપારીની પત્નીઓ સામેલ હતી.
મોના અવનીશ મોદી – અઠવાલાઇન્સ,
આરતી અનિલ ચોપરા – પીપલોદ,
સીપ્રા સેસવ જૈન – અઠવાલાઇન્સ,
કાજલ મનોજ ચાઈવાળા-પીપલોદ,
શિલ્પા કુણાલ બજાજ – પાર્લે પોઇન્ટ,
હર્ષા કમલ ચૌધરી – ભટાર,
નિરકમલ વિકાશ મોંઘા આઇપી રોડ,
પ્રિયાશા વરૂણ ખન્ના – પીપલોડ,
મોનીકા હિરેન દમણવાળા – અઠવાલાઇન્સ,
રીનાબેન હરુ રોય – પીપલોદ,
મમતા અખિલ ડાવર – પાર્લે પોઇન્ટ