આવનારા 48 કલાકમાં ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, જાણો વધુ

Published on Trishul News at 3:42 PM, Mon, 17 June 2019

Last modified on June 17th, 2019 at 3:42 PM

ગુજરાત પરથી વાયુનો ખતરો ટળી ગયો છે. પણ વાયુનું અસરના કારણે ગુજરાતમાં કેટલીક જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનની સાથે વરસાદના કારણે ઘણી જગ્યાઓ પર નીચાણ વાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે. વાયુની અસરથી પડેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ પડવાના કારણે ઘણા ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી છે.

ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તર ગુજરાતમાં વાયુની અસરના કારણે હવાનું દબાણ નબળું પડવાના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડશે. રવિવારે પણ વાયુ વાવાઝોડાની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ઇડરમાં 6 મીલીમીટર, વિસનગરમાં 5 મીલીમીટર, બહુચરાજીમાં 4 મીલીમીટર. ઊંઝા, મહેસાણા, ખેરાલુ અને સતલાસણામાં 2 મીલીમીટર વરસાદ પડ્યો હતો.

બનાસકાંઠાના દિયોદરમાં 15 મિનિટ વરસાદ પડ્યો હતો. તો પાટણ, રાધનપુર અને ચાણસ્મા પંથકમાં બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે એટલે વાયુની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજ વીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

મંગળવારના રોજ એટલે કે, કાલે સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે. આગાહીના કારણે તંત્ર દ્વારા જિલ્લામાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્તાઓ વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "આવનારા 48 કલાકમાં ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*