અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં બે લગ્ન કરી ચૂકેલ આધેડ વ્યક્તિ પોતાના ત્રીજા લગ્ન કરવા માટે ખોડા ગામના યુવકે પોતાની 7 વર્ષની માસુમ દીકરીને હાંસલપુર નજીક કેનાલમાં ધક્કો મારીને મોત કર્યું હોવાની ધ્રુણાસ્પદ અને ચોકાવનારી ઘટના સામે આવી રહી છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, સાણંદ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ દેવીપુજક નામના એક વ્યક્તિ પહોંચીને પોતાની 7 વર્ષની દીકરી ગુમ થઇ ગઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં ધર્મેશ વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો હતો. પહેલા કહ્યું હતું કે, મારી દીકરી ગુમ થઈ ગઈ છે, પછી કહ્યું કે, તેનું અપહરણ થઈ ગયેલ છે, પરંતુ ધર્મેશની વાત પોલીસના ગળે ઉતરી ન હતી. તેથી DSP કેટી કામરીયાના સુપર વિઝન હેઠળ, સાણંદ PI એચ.બી. ગોહિલ, તથા PSI ગોવિંદ ચાવડા સહિતના સ્ટાફે ઉલટ તપાસ શરુ કરી હતી. ત્યારે હકીકત કાંઈ અલગ જ સામે આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધર્મેશ ફરિયાદી નહીં પરંતુ આરોપી તરીકે સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૂળ આણંદનો સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં ધર્મેશ રહે છે અને છૂટક મજૂરી કરે છે. અગાઉ બે લગ્ન આરોપી ધર્મેશના થઈ ચૂક્યા છે, પરંતુ બન્ને સાથે છુટા છેડા થયા છે અને તેને અન્ય એક લગન કરવા હતા. પરંતુ, પ્રથમ પત્નીથી થયેલી આ પુત્રીના કારણે ત્રીજા લગ્ન થઇ શકતા ન હતા. જેથી તેણે પુત્રીની હત્યાની તૈયારી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, 6 જુલાઈની આસપાસ આરોપીએ દીકરીને પેહલા ઝેરી દવાનું ઈન્જેકશન આપ્યું હતું પરંતુ તેનું મોત ન થતા તેને વિરમગામમાં આવેલ હાંસલ પુરની કેનાલમાં ફેંકી દીધી હતી. આ બાળકીની લાશ લખતર પાસેથી મળી આવી છે. ત્યારે પુત્રીની શોધખોળ આરોપીના માતા પિતાએ પણ શરુ કરી હતી અને આરોપીની પ્રથમ પત્નીના ઘરે જઈ તપાસ કરી હતી, પરંતુ આરોપીની પ્રથમ પત્ની ને પણ પુત્રીની જાણ ન હતી. ત્યાર બાદ પોલીસને જાણ થઇ હતી કે, એક લાશ કેનાલમાંથી મળી છે.
જયારે પોલીસે પત્ની સામે આરોપીની પૂછપરછ કરી ત્યારે આરોપી તૂટી ગયો અને રડીને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ તપાસ કરી રહી છે. અને આરોપીની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.