રાજ્યમાં આવેલ સુરત શહેર એ સમગ્ર દેશમાં હીરા ઉદ્યોગને લઈ જાણીતું છે ત્યારે હાલમાં કોરોના મહામારીની વચ્ચે સુરત શહેરને લઈ એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. PM મોદીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયેલ સુરત એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે.
સુરત એરપોર્ટ પર કુલ 355 કરોડના ખર્ચે પાર પાડવામાં આવનાર વિસ્તરણ પ્રોજેક્ટ અંતર્ગત વિમાન પાર્કિંગ એપ્રનની સંખ્યામાં વધારો કરીને કુલ 23 કરી દેવામાં આવશે. આની ઉપરાંત વર્તમાન રન-વેની સમાંતર ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવશે.
સુરત એરપોર્ટની સાથે સંકળાયેલ પ્રમાણે, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક તથા ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. સુરત એરપોર્ટથી મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ તબક્કે સુરત એરપોર્ટની વિસ્તરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલમાં ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણની કામગીરી ચાલી જ રહી છે. આની સાથે બીજી કામગીરી પણ પ્રોજેક્ટમાં સાંકળી લેવામાં આવી છે. કુલ 355 કરોડનાં ખર્ચે સુરત એરપોર્ટ પર વિસ્તરણ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેની અંગે બુધવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને સુરત એરપોર્ટના નવા અવતારનાં ફોટા તેમજ એનાં વિશેની જાણકારી રજૂ કરી હતી.
આ પ્રમાણે સુરત એરપોર્ટ પર વિમાન પાર્કિંગ માટેનાં પાર્કિંગ એપ્રેનની સંખ્યા 5થી વધારીને 23 કરવામાં આવશે. આની સાથે જ રન-વેની સમાંતર ટેક્સી ટ્રેક તૈયાર કરવામાં આવશે. કુલ 24,520 ચો.મીટરના વિસ્તારમાં એક્સાપાન્સન પછી કુલ 1,200 ડોમેસ્ટિક તથા કુલ 600 ઈન્ટરનેશનલ મુસાફરોની આવનજાવનની ક્ષમતા નિર્માણ કરવામાં આવશે. કુલ 20 ચેક ઈન કાઉન્ટર્સ, કુલ 5 એરોબ્રિજ, કુલ 5 કન્વેયર બેલ્ટ અને કુલ 475 વાહનો પાર્ક થઈ શકે તેવી ક્ષમતા સાથેનું પાર્કિંગ તૈયાર કરવામાં આવશે.
સુરત એરપોર્ટમાં 5 ફ્લાઈટનો વધારો થશે :
પાર્કિંગ એપ્રનની સંખ્યામાં વધારો થતાં તેમજ પેરેલલ ટેક્સી ટ્રેક બનતા સુરત એરપોર્ટથી ઉડાન ભરનારી ફ્લાઈટની સંખ્યામાં પણ વધારો થઈ શકશે. ખાસ કરીને હાલમાં રન-વે જ હોય વિમાનના ઉતરાણ પછી એના પાર્કિંગ સહિતની કામગીરીમાં સમય જાય છે.
જ્યારે ટેક્સી ટ્રેક બનતા ઉતરાણ થતાં વિમાનને સીધું જ ટેક્સી ટ્રેક પર લઈ જવાતા બીજા વિમાનના લેન્ડિંગ માટે રન-વે કિલ્યર થઈ રાખશે. જેને લઈને ફ્લાઈટની સંખ્યામાં વધારો થશે. પાર્કિંગ બેની સંખ્યા વધવાથી રાત્રિ દરમિયાન સુરતમાં વિમાન પાર્કિંગની સુવિધામાં વધારો થઈ. જેને કારણે કેટલીક એરલાઈન્સ દ્વારા સુરતને સેન્ટર બનાવીને ફ્લાઈટ શિડ્યુલ ગોઠવી શકાશે.
Gearing up for a holistic development with world-class facilities!
Considering the magnificent rise in passengers flying from Surat, #AAI has initiated extension work of the Surat Airport @aaistvairport at ₹353 Cr. pic.twitter.com/dvDrH8hj8i— Airports Authority of India (@AAI_Official) September 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle