સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રિવર હાઇટ્સ કોમ્પલેક્સમાં રહેતા એક યુવાને દારૂના નશામાં પોતાની ગાડી એટલી બધી બેફામ ગતિએ ચલાવી કે, સોસાયટીના ગેટને ઉડાવી બે વોચમેન ને અડફેટે લીધા હોવાના CCTV સામે આવ્યા છે. કોમ્પલેક્સના ગેટ પર ફરજ બજાવી રહેલા સિક્યુરિટીના બે જવાનો પ્રસાદ અને બૈજનાથને ઉડાવી કાર સોસાયટીની દીવાલ સાથે અથડાવી દીધી હતી. કાર ચાલક વકીલ હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ આખી ઘટના બાદ દોડી આવેલી પોલીસ મધરાત્રે વકીલને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ છોડી દીધો હોવાનું પણ સોસાયટીના પ્રમુખ ગજેન્દ્રભાઈએ જણાવ્યું છે.
જોકે, આટલી મોટી ઘટના બાદ વકીલ પુત્રના પિતાએ પુત્ર સામે ફોજદારી ન થાય એ માટે તમામ ખર્ચ આપવાની બાંહેધરી આપી સમાધાન પણ કરી દીધું હોવાનું ગજેન્દ્ર ભાઈએ જણાવ્યું છે. આ મામલો પોલીસ મથકે પોંહચ્યો હતો અને આખરે સમાધાન કરીને પોલીસે આ ગાડી ચાલકને છોડી મુક્ત કરતા અનેક સવાલ ઉભા થયા છે. સોસાયટીના પ્રમુખ ગજેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે, ઘટના બાદ તપાસ કરતા ખબર પડી હતી કે, હાલ એક વોચમેન બૈજનાથ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેને પગમાં ફ્રેક્ચર થયું હોય એવું પ્રાથમિક જાણવા મળ્યું છે. જ્યારે પ્રસાદ નામના ગાર્ડને સામાન્ય ઇજા થતાં પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે.
સિક્યુરિટી ગાર્ડ એ જણાવ્યું હતું કે, ઘટના રવિવારની રાત્રે લગભગ 11 વાગ્યાના આસપાસ બની હતી. પ્રસાદ અને બૈજનાથ નામના બે સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હાજર રહ્યા હતા. એવામાં મેઈન ગેટના પ્રવેશદ્વાર ઉપરથી એક કાર (GJ-05-JN-1788)ના ચાલક શનિભાઈ પરમારે મેઈન ગેટને અડફેટે લઈ ફરજ પર તૈનાત બન્ને સિક્યુરિટી ગાર્ડને કર સાથે અડફેટે લઈને કાર સોસાયટીની દીવાલ સાથે અથડાવી દીધી હતી.
ઘટનાને લઈ હાજર તમામ સોસાયટીવાસીઓ દોડીને બન્ને સિક્યુરિટી ગાર્ડની મદદે પહોંચી ગયા હતા. તાતકાલિક ઇજાગ્રસ્ત સિક્યુરિટી જવાનોને સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનાની જણકારી મળતા પોલી પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને દારૂના નશામાં ચકચૂર વકીલ પુત્રને પણ પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. બીજી બાજુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વકીલ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોતા પુત્ર ને બચવા માટે તમામ ખર્ચ આપવાની અને જો ઇજાગ્રસ્તોને આરામ કરવા માટે રજા પડે તો એટલા મહિનાનો પગાર આપવાની બાંહેધરી આપી સમાધાન પણ કરી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news