ગુજરાત(Gujarat): મૂળ સુરત(Surat)ના અને હાલ અમેરિકામાં રહેતા સ્પર્શ શાહ(Sparsh Shah)ને જન્મજાત જ હોસ્ટીયો જેનેસીસ ઈન પરફેક્ટા(Osteogenesis in perfecta) બીમારી છે. જો વાત કરવામાં આવે તો 25 ફેક્ચર સાથે જન્મ થયા બાદ હાલ સુધીમાં 150 થી વધુ ફેક્ચર શરીરમાં થઈ ચૂક્યા છે. આઠ સળીયા અને 24 સ્ક્રુ મૂકવામાં આવ્યા છે. હાલમાં તો તેમણે 120 મિનિટ સુધી સતત પગ ઊંચો રાખીને ગિનિસ બુકમાં સ્થાન મેળવી લીધું છે. હવે આગામી 29 તારીખના રોજ ચેમ્બરના કન્વેશન હોલ ખાતે વિનામૂલ્ય યોજનાના કાર્યક્રમમાં સ્પર્શ શાહ પોતાનું પર્ફોમન્સ આપશે.
રિસ્ક લો અને મોટું વિચારો, સો ટકા સફળતા મળશે:
સ્પર્શ શાહે જણાવતા કહ્યું છે કે, મારી ઉંમર 19 વર્ષની છે. એ જન્મથી જ 35 ફેક્ચર હતા. ડોક્ટરે કહ્યું હતું કે, બાળક બે દિવસ પણ જીવી શકશે નહીં. કારણ કે મને હોસ્ટીયો જેનેસીસ ઈન પરફેક્ટા આમની બીમારી હતી. આ બીમારી દરમિયાન શરીરને થોડો પણ ઝટકો લાગે તો ફેક્ચર થઈ જાય છે. આ બીમારીની કોઈ સારવાર નથી. અત્યાર સુધીમાં મને 150 કરતાં પણ વધારે ફ્રેક્ચર થઈ ચૂક્યા છે. પરંતુ મેં આ સમયમાં હાર માનવાના બદલે જિંદગીને આવકારવાનું નક્કી કર્યું. પત્ર 6 વર્ષની ઉંમરે જ મેં સંગીત શીખવાની શરૂઆત કરી દીધી હતી અને હાલ મોટીવેશન સ્પીચ પણ આપી રહ્યો છું.
નવ કરતાં પણ વધારે કોમ્પિટિશન જીતી ચૂક્યો છું- સ્પર્શ શાહ
સ્પર્શ શાહ જણાવતા કહે છે કે, નવ દેશોમાં 300 કરતાં પણ વધારે કાર્યક્રમમાં હું પરફોર્મન્સ કરી ચૂક્યો છું. હું ગુગલ, ટેડેક્સ, હાઉડી મોદી કાર્યક્રમમાં પણ પરફોર્મન્સ કરી ચૂક્યો છું. હું 9 કરતા વધારે કોમ્પિટીશન જીતી ચુક્યો છે. મારું લક્ષ્ય છે કે, અશક્ય જીવનને શક્ય કેવી રીતે બનાવવું.
નિરાશ થનારાને સ્પર્શ શાહનું કહેવું છે કે, તમારું પેશન શોધો અને તેની પાછળ લાગી જાવ. તમને 100 ટકા સફળતા મળશે. હમેંશા રિસ્ક લો અને મોટું વિચારો. હંમેશા બીજાની મદદ કરો. મેં મારું વજન કંટ્રોલ કરવા લોંગ રેઈઝ લેગ હોલ્ડ એક્સરસાઈઝ કરી હતી. હવે 120 મીનીટ સુધી કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધવ્યો છે અને મારે આજે 6 પેક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.