સુરતના અમરોલી વિસ્તારમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. શ્રીરામનગર સોસાયટીમાં ચોરોએ ચોરી કરી છે. બાઈક પર આવેલા બે ચોર દ્વારા ચોરીની ઘટનાનેઅંજામ આપવામાં આવ્યો છે. ડુપ્લિકેટ ચાવીથી તાળા ખોલીને મકાનમાં દાખલ થઇ ને ચોરી કરવામાં આવી છે. ત્રણેક જેટલા મકાનના દરવાજા ખોલીને બન્ને તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે. 30મી ઓગસ્ટના રોજ થયેલી ચોરીના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા છે. તસ્કરોએ ઘરમાંથી સોનાની બુટ્ટી સહીત રોકડ સહિતની ચોરી કરી છે. CCTVના આધારે ગુનો નોંધીને અમરોલી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવવી છે.
તસ્કરો માસ્ક પહેર્યા વિના આવ્યા હતા
કોરોના કાળમાં હાલ બધા લોકો માસ્ક પહેરેલા જોવા મળે છે. પરંતુ અગાઉ ચોરી કરનારા તસ્કરો સામાન્ય દિવસોમાં મોઢા છુપાવતા હતા તે અત્યારે ખુલ્લેઆમ ચોરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે. અમરોલીના શ્રીરામનગરમાં ત્રણેક મકાનમાં ડુપ્લિકેટ ચાવીથી તાળા ખોલીને ચોરી કરનારા માસ્ક વગર આવેલા જોવા મળ્યાં હતાં. બાઈક પર આવેલા એક લબરમુછીયા અને એક દાઢી ધારીએ ચોરી કરી હતી.
બંધ મકાનમાં પણ ચોરી કરી
અમરોલીના શ્રીરામ નગર સોસાયટીના ત્રણેક મકાનમાં ચોરી કરવામાં આવી છે. બાઈક પર આવેલા બન્ને તસ્કરોએ દાદરા ચડીને ઉપર મકાનમાં આવીને ચોરી કરી હતી. સોનાની બુટ્ટી સહિત રોકડ રકમની ચોરી કરનારા તસ્કરોએ બંધ મકાનમાંથી કેટલાની ચોરી કરી તે અંગે મકાન માલિક આવ્યા પછી જ જાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews