સુરતના અમરોલી બ્રીજ પરથી ફક્ત 2 માસના માસુમનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્રમાં મચ્યો ખળભળાટ

સમગ્ર રાજ્યમાં હત્યાનાં બનાવોમાં તો સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે-સાથે રાજ્યના સુરત શહેરમાં પણ હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ…

સમગ્ર રાજ્યમાં હત્યાનાં બનાવોમાં તો સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે-સાથે રાજ્યના સુરત શહેરમાં પણ હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક હત્યાના બનાવની ઘટના સામે આવી છે. સુરતમાં આવેલ અમરોલી બ્રીજ પરથી એક બે મહિનાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. આની સાથે જ બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ લઈ જઈને આગળની તપાસ શરુ કરી દેવામાં આવી છે. બાળકના મોં પરથી ઈજાના નિશાન મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે.

બાળક કોણ મૂકી ગયુ તેની તપાસ શરૂ :
સુરતમાં આવેલ અમરોલી બ્રીજ પરથી બપોરના સમયે એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજે 2 માસના બાળકનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયાં હતાં. રાહદારીઓ દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

જેને કારણે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા બાળકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. બાળકના મોં પરથી ઈજાના નિશાન મળ્યા છે કે, જેને લઈ ચકચાર મચી જવા પામી છે.

હાલમાં પોલીસ દ્વારા આ મામલે આસપાસ રહેલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તથા બાળક કોનું છે અને તેને અહી કોણ મૂકી ગયું હતું અને તેનું મોત ક્યાં કારણોસર થયું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

બાળકના હાથમાં કાળો દોરો બાંધેલો હતો :
ભાવેશભાઈ સાબલપરા (ડિલિવરી બોય અને પ્રત્યક્ષદર્શી) જણાવતાં કહે છે કે,આજે સવારમાં બ્રીજ પરથી પસાર થતી વખતે અચાનક એક બાળક પાણીના પાઇપ પાછળ દેખાયું હતું. મેં નીચે ઉતરીને જોયું તો ખરેખર બાળક જ હતું એટલે તાત્કાલિક 108ને ફોન કરવામાં આવ્યો હતો.

એમ્બ્યુલન્સનાં કર્મચારીઓએ ઘટનાસ્થળ પર આવીને તપાસ કરતા બાળક મૃત હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાળકે બ્લ્યુ ટી-શર્ટ તથા સ્વેટરઅને ગ્રે કલરનું પેઇન્ટ તથા ડાબા હાથમાં કાળા કલરનો દોરો બાંધેલો હતો. ઘટનાની જાણ થયા પછી પોલીસ આવી જતા હું ત્યાંથી ચાલી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *