સુરતમાં ધોળા દિવસે કારખાનાના માલિક પર ચપ્પુ વડે હુમલો કરી મચાવી લુંટ- જુઓ LIVE CCTV ફૂટેજ

Workers attack looms factory owner in Surat: શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીમાં કાપડ વણાટ ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિ ઉપર કાલે બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી રહી છે. જો કે, પગારના દિવસે લૂંટના ઇરાદે સામાજિક તત્વો દ્વારા હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં અસામાજિક તત્વોનો આતંક પણ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષ પણ અહીંયા કારીગર(Workers attack looms factory owner in Surat) દ્વારા ત્રણ વ્યક્તિઓની હત્યા કરવાના મામલે સામે આવતા ચકચાર મચી ઉઠ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજલી ઇન્ડસ્ટ્રીયલમાં ખાતા નંબર 134 અને 135 નંબરનું ખાતું અનિલભાઈ ડોંડાની માલિકીનું છે. આજનો દિવસ આ કાપડ ઉદ્યોગમાં પગારનો દિવસ હોવાને લઈને અનિલભાઈ કારખાને પહોંચ્યા હતા. તે સમયે તેમની ઓફિસમાં આવેલા બે વ્યક્તિઓ તેમના પર ચપ્પુ વડે ઉપરા છાપરી ઘા મારી ત્યાંથી ભાગી ગયા હતા. જો કે, ઇજાગ્રત કારખાનાના માલિક અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત ખુબ નાજુક હોવાનું ડોકટરો દ્રારા જાણવામાં આવ્યું છે.

અમરેલી વિસ્તારની અંજલી ઇન્ડસ્ટ્રીયલમાં સામાજિક તત્ત્વનો આતંક ભૂતકાળમાં પણ જોવા મળ્યો હતો. ત્યારે આજે પગારના દિવસ કોઈ સામાજિક તત્વોએ લૂંટના ઇરાદે ઘટનાને અંજામ આપ્યા હોવાનું સ્થાનિક લોકો દ્રારા માનવામાં આવ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં કામ કરતા કારીગરો ગયા વર્ષે સામાન્ય બાબતમાં કારખાના માલિક અને તેના પરિવારના ત્રણ લોકોની હત્યા કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ઉઠ્યો હતો.

જો કે, દિવાળી આવતાની સાથે આ ઇન્ડસ્ટ્રીમાં પગારના મુદ્દે કારીગરો છેલ્લા ત્રણ વર્ષથી હંગામા સાથે ડરનો માહોલ ઉભો કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હવે આ સમગ્ર મામલે ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી જાય આ ઘટના મામલે દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે કારખાના માલિક પર થયેલા હુમલાની ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. ત્યારે હુમલાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *