સુરતમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરીને બહાર નીકળેલા ચોરને અન્ય ચોર લુંટી ગયો- વિડીયો જોઇને ચોંકી ઉઠશો

સુરત(Surat): શહેરમાંથી એક ચોરીની ઘટના સામે આવી છે પરંતુ આ કિસ્સો જાણીને તમે પણ ચોંકી ઉઠશો. જો વાત કરવામાં આવે તો શહેરના લિંબાયત(Limbayat) વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં ચોરી(stealing)ની ઘટના સામે આવી હતી. ચોર દુકાનમાં પોતાનું જ ટી શર્ટ મોં પર બાંધી ઉઘાડા ડિલે ચોરી કરતો હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. દુકાનના CCTVમાં તો તસ્કર ઝડપાઈ ગયો હતો પરંતુ ચોરી કરીને જેવો દુકાન બહાર આવ્યો કે, તેને લૂંટારૂ (Robbery)ભટકાઈ ગયો અને ચોરીના 70 હજાર રકમ લઈને લૂંટારૂ નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહત્વનું છે કે, સુરતના લિંબાયત સ્થિત પ્રતાપનગર નજીક રહેતા નુર મોહમદ જાન મોહમદ શેખ લિંબાયત સુગરાનગર પાસે કરીયાણાની દુકાન ચલાવે છે. ગઈ27 ડિસેમ્બરના રોજ મોડી રાતે તસ્કરોએ તેઓની દુકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. જેમાં ચોર દુકાનનું શટર ઉચું કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દુકાનમાંથી 70 હજારની રોકડ ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા. આશ્ચર્યની બાબતે તો છે કે, ચોર હજી તો ચોરી કરીને શટર ઊંચું કરીને ફરીથી બહાર નીકળે છે ત્યાં તો બીજો ચોર આવીને તેની પાસેથી રૂપિયા લઈ લે છે અને તે લઈને ચાલ્યો જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી છે. દુકાનમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા દુકાન માલિકે ત્યાં લાગેલા CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી. જે CCTVમાં રાત્રીના 4 વાગ્યાની આસપાસ ત્રણેક જેટલા ઈસમો તેઓની દુકાનને નિશાન બનાવી રહ્યા હોય છે. CCTVમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, ચોર શટર ઊંચું કરીને દુકાનની બહાર આવી રહ્યો છે ત્યારે અન્ય એક ચોર તેને તીક્ષ્ણ હથીયાર બતાવીને તેના ગજવામાં જે રોકડ રકમ હતી તે લઈ લે છે.

હથિયાર દેખાડીને કરવામાં આવી લૂંટ:
મહત્વનું છે કે, ચોર જેવો દુકાનમાંથી ચોરી કરીને બહાર આવે છે. ત્યારે ત્યાં એક બીજો લૂંટારુ તૈયાર જ હોય છે. તેણે ચોરને કંઈક તીક્ષ્ણ હથિયાર બતાવ્યુ અને ચોરીનો જે મુદ્દામાલ અંદાજે 70 હજાર જેટલો હતો તે લઈ લીધો હતો અને ત્યાંથી તે ચાલ્યો ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *