ગુજરાતમાંથી અવાર-નવાર કોઈને કોઈ મોટા-મોટા કૌભાંડ સામે આવતા રહે છે ત્યારે આજે ફરી એક વખત આવું જ એક કૌભાંડ સુરતમાંથી સામે આવ્યું છે. આં પહેલા પણ સુરતમાંથી ખીચડી કૌભાંડ સામે આવ્યું હતું. હજુ તો આ ખીચડી કૌભાંડ પૂરું થયું નથી ત્યાં તો 4 કરોડનું કૂતરા કૌભાંડ સામે આવ્યું છે. અને હવે તો ટ્રાફિક પોલીસની ટોઈંગ ક્રેનમાં પણ કૌભાંડ સામે આવ્યું છે.
સુરતમાં જ્યારથી જગદીશ પટેલ નગર પાલિકાના મેયર બન્યા છે ત્યારથી સુરત મહાનગરપાલિકા સતત વિવાદમાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યનું સુરત કોર્પોરેશન શું ભ્રષ્ટાચારનું હબ બન્યું છે. ત્યારે સુરતમાં કોર્પોરેશનના એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ખીચડી-કઢી કૌભાંડ, કુતરા કૌભાંડ,પતરા કૌભાંડ બાદ હવે ટ્રાફિક પોલીસની ટોઇંગ કરતી ક્રેનમાં પણ કૌભાંડના આક્ષેપ થયા છે. નોંધનીય છે કે, સુરતના એક્ટિવિસ્ટ દ્વારા કરાયેલી આરટીઆઇમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
અત્રે ઉલેખનીય છે કે, 35 કરોડનું ખીચડી કૌભાંડ, 8 કરોડનું સ્મશાન કૌભાંડ, 10 કરોડનું પતરા કૌભાંડ, 2 કરોડનું કચરાપેટી કૌભાંડ, 5 કરોડનું ઈન્જેક્શન કૌભાંડ, 15 લાખનું આઈફોન કૌભાંડ અને 10 કરોડના અનાજ કૌભાંડ બાદ સુરત મ્યુનિસિપલ ચોર્પોરેશનનું નવું નજરાણું 4 કરોડનું કૂતરા કૌભાંડ પણ સામે આવ્યું છે.
સુરત કોર્પોરેશન બન્યુ ભ્રષ્ટાચારનું હબ
તારીખ 24-3-2020 થી 31-5-2020 સુધી અંદાજે 69 જેટલા દિવસો ભારતભરમાં લોકડાઉન માનનીય વડાપ્રધાન દ્વારા લાગુ કરવામાં આવેલ હતું. જે દરમ્યાન સુરત શહેરમાં પણ આવશ્યક સેવાઓ સિવાય અન્ય કોઈ પણ કાર્ય માટે લોકો બહાર નીકળેલ હતા નહી. એટલે કે રોડ પર કોઈ ટ્રાફિક થવાની સંભાવના નહીવત છે. સદર ૨૨ જેટલી ક્રેનો ટ્રાફિકને અડચણરૂપ વાહનોના ટોઇંગ માટે રાખવામાં આવેલ છે. ટેન્ડર શરત ન. ૨૧,૨૨,૨૮ મુજબ જેટલા દિવસ ટોઇંગ ક્રેન વાહનોના ટોઇંગ કરવાના ઉપયોગમાં લેવાય તેટલા જ દિવસનો ચાર્જ ચુકવવાનો રહેશે, માર્ચ મહિનામાં ૮ દિવસ લોક્ડાઉન હોવા છતાં સદર દિવસો બાદ પણ કાર્ય વગર લોગ બુક માં બંદોબસ્ત લખીને ખોટી રીતે અને નિયમ વિરુદ્ધ આરોપી ૧ થી ૩ માટે કોઈ અંગત લાભ મેળવવા માટે રૂપિયા ૨૦,૨૭,૫૯૯/- ની ચુકવણી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. બીલ તથા પ્રમાણપત્રક આ સાથે સામેલ છે. લોક ડાઉનમાં જુલાઇ માસ દરમિયાન બંધ પડેલી ટોઇંગ ક્રેન એજન્સીને બારોબાર 93 લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી હોવાનો ખુલાસો આરટીઆઇમાં થયો છે.
ક્રેન એજન્સીને બારોબાર 93 લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી
લોક ડાઉન દરમ્યાન 22 જેટલી ક્રેનને લાખોનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે બતાવવામાં આવ્યું છે. માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં લોકડાઉન દરમિયાન ક્રેનો બંધ રાખવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાંથી પણ ક્રેનનને કોઈ કોલ આપવામાં આવ્યો નથી. જ્યારે કે, પોલીસના અન્ય કામો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપરાંત પેટ્રોલિંગ માટે પેમેન્ટ કરાયું હોવાનો લોગ બુકમાં ઉલ્લેખ કરાયો છે. જોકે, લોક બુકમાં પણ એક જ પેનથી એન્ટ્રી અને લખાણ લખવામાં આવ્યો હોવાનું શંકા ઉપજી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle