ગુજરાતમાં અવાર-નવાર ટીઆરબી જવાનની દાદાગીરીના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે આવી જ ટીઆરબી જવાનની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક વીડિયોમાં ટીઆરબી જવાન બાઈક સવાર યુવાનને દંડાથી ફટકારતો નજરે પડે છે. જ્યારે અન્ય એક વીડિયોમાં પોતાનો ખોખલો બચાવ કરતા કહે છે કે, યુવકે ગાળો આપી ચપ્પુ બતાવ્યું હતું. જોકે, હજુ સુધી આ મામલે બંને પક્ષમાંથી કોઈએ ફરિયાદ કરી નથી.
TRB જવાન અને યુવક વચ્ચે બોલાચાલી પણ થઈ હતી
સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં ટીઆરબી જવાનની દાદાગીરીની ઘટના સામે આવી છે. ટીઆરબી જવાને ટ્રાફિકના નિયમને લઈ એક વ્યક્તિને ઉભો રાખતા ઉશ્કેરાયેલા વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે ટીઆરબી જવાને પોતાની સત્તાનો દુરઉપયોગ કરી દંડાથી બાઈક સવાર પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે.
TRB જવાને પોતાની બચાવ કર્યો
ટીઆરબી જવાનની દાદાગીરીનો એક વીડીયો પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, ટીઆરબી જવાન પહેલા પથ્થરો ફેંકીને મારે છે. ત્યારબાદ દંડો લઈને બાઈ સવારની પાછળ દોડે છે, ત્યારબાદ બાઈક સવારને દંડાઓ મારે છે. આ સિવાય બંને વચ્ચે માથાકૂટ થાય છે. જ્યારે અન્ય એક વીડિયોમાં ટીઆરબી જવાન પોતાની બચાવ કરતા જણાવે છે કે, બાઇક સવારને અટકાવતા ગાળો દેવા લાગ્યો અને મને ચપ્પુ બતાવતા હું દોડીને દંડો લઈ પરત ફર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle