ગત 3 ઓગસ્ટનાં રોજ સમગ્ર દેશમાં રક્ષાબંધનનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધે છે, તેમજ ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. હાલમાં કોરોનાની મહામારીને કારણે ઘણી બહેનો પોતાનાં ભાઈને રાખડી બાંધવા માટે પણ જઈ શકી નથી.
રક્ષાબંધન પર્વમાં જ બહેન રાખડી બાંધવા માટે ન આવતાં ભાઇએ કરેલ આત્મહત્યાની ઘટના પણ સામે આવી છે. સુરત શહેરમાં આવેલ અડાજણમાં રહેતાં તેમજ કાપડનાં વેપારની સાથે જોડાયેલ યુવાને રક્ષાબંધનને દિવસે બહેન રાખડી બાંધવા માટે ન આવતાં તેને આ વાતનું ખોટુ લાગી જતાં આવેશમાં આવીને પોતાનાં ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં જ હોબાળો મચી ગયો હતો.
રક્ષાબંધન એટલે ભાઈ બહેનનાં પવિત્ર પર્વને દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને તેમજ ભાઈ બહેનનું રક્ષણ કરવાનું વચન લે છે. ત્યારે આજનાં દિવસે જ બહેન ભાઈને ભૂલી જાય એવું તો બને જ નહિ. સુરત શહેરમાં આવેલ અડાજણ વિસ્તારમાં પાલનપુર-કેનાલ રોડ પર સ્તુતિ એરીષ્ટામાં રહેતા કમલેશ મોહનલાલ સામનાની ટેક્સટાઈલનાં વ્યવસાયની સાથે જોડાયેલ છે.
સલાબતપુરામાં રતન માર્કેટમાં એમની એજન્સી પણ આવેલી છે. સોમવારનાં રોજ રક્ષાબંધનનાં રોજ એમની બહેન લવીના રાખડી બાંધવા માટે આવી શકી ન હતી. જેથી કમલેશને આ વાતનું થોડું ખોટું પણ લાગી ગયું હતું. સોમવારનાં રોજથી જ તેઓ હતાશ પણ હતા.
ઘરમાં પણ તેઓ કોઈની સાથે વાત પણ કરતાં ન હતાં. મંગળવારનાં રોજ બપોરનાં સમયે હતાશ થયેલ કમલેશભાઈએ આવેશમાં આવી જઈને પોતાનાં બેડરૂમમાં જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જો કે, આ ઘટનાની માહિતી મળતાં જ પરિવારજનો તેમજ પાડોશી પણ દોડી આવ્યા હતા તથા કમલેશ ભાઈને નીચે ઉતારીને તાત્કાલિક સારવાર અર્થે 108 ને પણ જાણ કરી હતી.
108 નાં કર્મચારી તાત્કાલિક જ ઘટનાસ્થળ પર દોડી આવીને કમલેશ ભાઈને તપાસતા જ એમને મૃત પણ જાહેર કરી દીધાં હતાં.જો કે, ઘટનાની માહિતી મળતાં જ અડાજણ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચીને આ ઘટનાનો ગુનો નોંધીને કાર્યવાહી પણ શરૂ કરી હતી.
જો, કે પિતરાઈ બહેન લવીના અડાજણમાં જ રાજ કોર્નરની નજીક વાસુપુજ્ય એપાર્ટમેન્ટમાં જ રહે છે. લવીનાના પિતાને પણ કોરોના પોઝિટવ આવેલ છે, તથા એમનું સંપૂર્ણ એપાર્ટમેન્ટ ક્વોરન્ટીન હતું. જેથી લવીના પણ આવી શકી ન હતી. મૃતક વેપારીને સગી બહેન ન હોવાંથી પિતરાઈ બહેન જ હંમેશા રાખડી બાંધતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP