હાલમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દેતાં હોય છે. આ દરમિયાન ફરીવાર સુરતના બિલ્ડરે આર્થિક સંકડામણને કારણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલ પોતાના ફાર્મહાઉસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હોબાળો મચી જવા પામ્યો હતો. ઘટના અંગે કામરેજ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે ભરખરીયાધામ સોસાયટીમાં રહેતા અને મૂળ જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાનાં છોડવળી ગામના રતિલાલ નાથાભાઈ પાનસુરીયાને (57) બાંધકામનો ઉદ્યોગ હતો. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બાંધકામ ઉદ્યોગમાં મંદી હતી જેના કારણે તેમના પ્રોજેકટ બંધ થઈ ગયા હતાં. પ્રોજેકટને લઈને ઘણાં લોકો પાસેથી રૂપિયાની લેવડ દેવડ પણ હતી.
પરંતુ આર્થિક સંકડામણને કારણે તેઓ પૈસા ચૂકવી શક્યા ન હતા. આથી તેઓ છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. શુક્રવારે સવારે ઘરેથી નીકળ્યા બાદ તેમણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલા ફાર્મ હાઉસના રસોડામાં લગાવેલા પંખા સાથે નાયલૉનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. કામરેજ પોલીસે દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મૃતક પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે, પોલીસ દ્વારા સ્યૂસાઈડ નોટના લખાણ અંગે કોઈ જાણકારી બહાર પાડવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.