સૌરાષ્ટ્રવાસીઓની મદદે આવ્યા સુરતના આ બિલ્ડર, મેઇન્ટેનન્સના ખર્ચે રહેવા માટે આપ્યા નવા નક્કોર આલીશાન ફ્લેટ

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે કેટલાંક લોકો પોતાના વતન જવાં માટે રવાના થઈ ગયાં હતાં. ત્યારબાદ હવે કેટલાંક ધંધાઓ ખુલી જવાથી કેટલાંક મજૂરો શહેરમાં પરત વળ્યાં છે. હાલમાં શહેરમાં ભાડે રહેતા કેટલાંક લોકોને સમસ્યા થઈ રહી છે. સુરતમાંથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સુરતમાં આવેલ ઓલપાડ તાલુકામાં આવેલ ઉમરા ગામમાં સુરતનાં બિલ્ડર દ્વારા કોરોનાની મહામારીને લીધે પોતાના વતન જવા માંગતા પરિવારોને સહાયરૂપ થતાં ફક્ત 1,500 રૂપિયાનાં મેન્ટેનન્સ ખર્ચની જગ્યાએ કુલ 92 ફ્લેટ આપવનું નક્કી કર્યું છે. જે કુલ 92 ફ્લેટ પૈકી કુલ 42 પરિવારો તો ફ્લેટમાં રહેવા માટે આવી પણ ગયા છે.

એક બાજુ કોરોનાની મહામારી તેમજ બીજી બાજુ બેકારીની તૂટેલ આર્થિક સ્થિતિની વચ્ચે નાના પરિવારોને આપઘાત  કરવાનો સમય આવ્યો છે ત્યારે કઈ કેટલાક પરિવારો તો બેરોજગારીથી કંટાળીને પોતાના વતન પાછા ફર્યા હતા. અનલોક-1થી શરૂ થઈ જતાં ફરી સુરત બાજુ રોજી-રોટી મેળવવાં માટે પરત ફરેલ પરિવારોને ભાડા ભરવાની સમસ્યા થતાં તેઓના વ્હારે સુરતનાં એક બિલ્ડરે આગળ આવીને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.

ઓલપાડ તાલુકામાં આવેલ ઉમરા ગામમાં તેઓના ‘રુદ્રાક્ષ લેક પેલેસ’ નામના તૈયાર પ્રોજેકટને લોકોને ફક્ત 1,500 રૂપિયા મેન્ટેનન્સનાં બદલે ભાડે આપવાનું નક્કી કર્યું હતું તેમજ કન્સ્ટ્રકશન સાઈડનાં બધાં જ પાર્ટનરોએ કુલ 92 ફ્લેટ સેવાનાં પર્યાય સાથે એક રાગીકાથી આપવાનું નક્કી કર્યું હતું.

નોકરીની આશમાં હાલમાં જ સુરત પાછા ફરેલ સૌરાષ્ટ્રવાસીઓને પોતાનું ઋણ અદા કરવાનાં આશયની સાથે માનવતાના ધોરણે સુરતનાં બિલ્ડરે નવા નક્કોર ફ્લેટ ફક્ત મેન્ટેનન્સનાં બદલામાં ભાડે આપી દેતાં કુલ 42 પરિવારો તો ‘રુદ્રાક્ષ લેક પેલેસ’માં રહેવા માટે પણ આવી ગયાં છે, ત્યારે આ મહામારીની વચ્ચે સામાન્ય પરિવારોને ઉભા કરવા માટે મદદે આવેલ બિલ્ડરનો પરિવારોએ ખુબ જ આભાર માન્યો હતો.

તમામ ફ્લેટમાં પરપ્રાંતીયો આવી જશે તો ભાડું 1,000 રૂપિયા કરી દેવાશે :
સુરતના આ બિલ્ડર દ્વારા કુલ 92 ફ્લેટ માત્ર 1,500 રૂપિયાના મેન્ટેનન્સનાં બદલે ભાડે આપવાની શરૂઆત કરવામાં આવી છે તો બીજી બાજુ બધા જ એટલે કે કુલ 92 ફ્લેટમાં પરિવારો રહેવા માટે આવી જશે તો ફક્ત 1,000ના બદલે ફ્લેટમાં જ્યાં સુધી પરિવારોએ રહેવું હોય તેઓ રહી શકે છે એવી પણ જાહેરાત કરવામાં આવી છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *