સુરત શહેરમાં રેડ કરવા માટે ગયેલા GST અધિકારી સાથે એવું બન્યું કે, અધિકારી સીધા હોસ્પિટલ પહોચી ગયા હતા. રેડ કરવામાં સહકાર ન આપતા વેપારીએ GST અધિકારીને બચકું ભરી લીધું હતું. આ અજીબો ગરીબ બનાવ પછી અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા તેમજ સારવાર લેવામાં આવી હતી.
અધિકારીનાં જમણા હાથનાં કાંડા પર કરડવાનું નિશાન જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા. જો કે બનાવસ્થળેથી અપરાધીને GSTનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઊંચકીને લઈ જાય છે તે વિડીયો પણ અત્યારે બહાર આવ્યો છે.
સુરત શહેરમાં એક અજીબ બનાવ બહાર આવ્યા છે. એમાં GST અધિકારીને વેપારીએ બચકું ભરી લેતા ચકચાર મચી ગયો હતો.
સેન્ટ્રલ GST અધિકારી અમિત શર્મા બીજા અધિકારીઓ તેમજ કર્મચારીઓની સાથે ચોકબજાર વિસ્તારમાં રેડ પાડવા માટે ગયા હતા. જ્યાં અધિકારીઓ દ્વારા વેપારીની GSTG એસટી ચાલુ કરી હતી. પણ વેપારીએ GSTમાં સહયોગ ન આપતા બોલાચાલી થઈ ગઈ હતી. તેમજ અચાનક જ વેપારીએ તેનાં હાથ પર બચકું ભર્યું હતું.
જતેથી આ જોઈ બીજા અધિકારી તેમજ કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ બનાવ પછી GSTનાં બીજા કર્મચારીઓ વેપારીનાં હાથ પગ ઊંચકી આર્ટિગા કારમાં લઇ ગયા હતાં.
સૂફીયાન મહોમ્મદ નામનાં વેપારી દ્વારા બચકું ભરી લેવામાં આવ્યું હતું. જે પછી GST અધિકારી અમિત શર્માને તરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અમિત શર્માએ સિવિલ હોસ્પિટલમાં MLC કેસની સાથે સારવાર લીધી હતી જો કે, આ આખા મામલે અમિત શર્માએ મીડિયામાં કશું પણ બોલવા માટેનો ઈન્કાર કર્યો હતો.
જોકે, અપરાધી ઉપર ફરજમાં રુકાવટનો કેસ પણ થઈ શકે છે. જો કે, હાલ આ બાબતે ફરિયાદ નોંધાય છે કે, કેમ તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle