અમદાવાદમાં 33 વર્ષીય મહિલાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે સતત 3 વર્ષ સુધી બનાવી હવસનો શિકાર

હાલમાં આપણે જાણીએ છીએ કે, દિવસેને દિવસે બળાત્કારના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. ઘણી મહિલાઓ  લગ્નની લાલચમાં આવીને એવાં વ્યક્તિઓ સાથે રહેવા તૈયાર થઇ જાય છે જે વ્યક્તિ ફક્ત શરીર સુખ માટે તેની સાથે રહેતો હોય છે. આ દરમિયાન એવો એક કેસ સામે આવ્યો છે જેમાં એક યુવક મહિલાને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધે છે.

હાલમાં અમદાવાદના નરોડામાં રહેતી 33 વર્ષીય મહિલાને એક શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવકે લગ્નની લાલચ આપીને 3 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, મહિલાને યુવક પરિણીત હોવાની જાણ થતાં મહિલા દ્વારા નરોડા પોલીસ મથકે દુષ્કર્મ તેમજ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

લગ્ન કરવાનું કહીને અલગ અલગ હોટેલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા
નરોડા વિસ્તારમાં રહેતી 33 વર્ષની મહિલા તેના જ વિસ્તારમાં રહેતાં એક યુવકના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ યુવક અને યુવતી રોજ મળતાં હોવાથી બંને વચ્ચે મોબાઈલની આપલે થઈ હતી. જે બાદ બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમ થયો હતો. યુવક મહિલા સાથે લગ્ન કરવાનું કહીને અલગ અલગ હોટેલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધતો હતો. જ્યારે મહિલા યુવકને લગ્ન બાબતે પુછતી હતી ત્યારે યુવક વાત ફેરવી નાખતો હતો.

નરોડા પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધી
જોકે મહિલાને જાણ થઈ કે યુવક પહેલેથી જ પરિણીત છે તે માત્ર લગ્નના નામે તેની સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો છે. તેથી યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી નરોડા પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધીને યુવકને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *