2.28 crore fraud with Surat businessman: રાજ્યમાં અવાર-નવાર છેતરપિંડીની ઘટનાઓ સામે રહે છે. ત્યારે હાલમાં સુરત શહેરમાંથી આવી જ એક છેતરપિંડીની (2.28 crore fraud with Surat businessman) ઘટના સામે આવી રહી છે. જાણે ગુનેગારોને ખાખીનો ડર જ ન રહ્યો હોય તેવી રીતે છાસવારે છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે.
સુરતમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીની સાથે 2.28 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી વેપારી પાસેથી છેતરપિંડી કરીને 7 વર્ષ પહેલા હૈદરાબાદ ભાગી ગયો હતો. પરંતુ સલાબતપૂરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના અંગે એફઆઇઆર નોંધવામાં આવી હતી. પોલીસ વિભાગને કરોડો રૂપિયાની છેતરપિંડી થયું હોવાનું જાણવા મળતાની સાથે જ પોલીસની ટીમ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સલાબતપૂરા પોલીસ સ્ટેશનએ આરોપીની હૈદરાબાદથી ઘરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર, સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ચલાવતા શેરસિંહ કુમાવત અને જગદીશ નામના વેપારીની સાથે 2.28 કરોડની છેતરપિંડી થઇ હતી. હૈદરાબાદના મોટા દરવાજા નજીક યાકુતપુરામાં વસવાટ કરનાર અનિસુદ્દીન મોહમ્મદે સુરતના વેપારી પાસેથી 2.28 કરોડ રૂપિયાના કાપડના માલની ખરીદી કરી હતી.
વર્ષ 2016 અને 2019 માં છેતરપિંડી કર્યા બાદ આરોપી અનિસુદ્દીન પોતાના ગામ હૈદરાબાદ ભાગી ગયો હતો. ત્યાં જઈને આરોપી વેશ બદલીને એશોઆરામની જિંદગી જીવી રહ્યો હતો. પરંતુ કહેવાય છે કે, કાનૂનના હાથ બહુ જ લાંબા હોય છે. સલાબત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી આર રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ હૈદરાબાદ મોકલી હતી. જ્યાં અનિસુદ્દીનના ગામમાં રેકી કરવામાં આવી અને આરોપીને ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યો છે.
સલાબતપુરા પોલીસ સ્ટેશનના હે.કો. જયેશભાઈ, પો.કો. જાલાભાઈ, પો.કો. શીલાબેન એ રેકી કરીને આરોપીને દબોચી લેવા ફિલ્મી સ્ટાઈલ અપનાવવી પડી હતી. સુરતની સલાબતપુરા પોલીસે હૈદરાબાદના મીની પાકિસ્તાન ગણાતા વિસ્તારમાંથી આરોપીને પકડી પાડવા માટે ત્રણ દિવસ રેકી કરવા માટે ટોપી અને મુસ્લિમ જેવો વેશ પણ ધારણ કરવો પડ્યો હતો. અને ખતરનાક ગણાતા વિસ્તારમાંથી આરોપીને દબોચી લેવામાં સફળતા મેળવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube