ગુજરાત રાજ્યમાં પહેલી વખત કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 20, સુરત શહેરમાં 18, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 4, રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 55 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મોતનું તાંડવ થઈ રહ્યો છે. દરેક સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમવિધિ માટે કલાકો સુધી પરિવારજનોએ લાઈન લગાવી વેઈટીંગ કરવા મજબુર બન્યા છે. સુરતની આવી ભયાનક સ્થિતિના કારણે શહેરમા 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે 50 મૃતદેહનો અંતિમસંસ્કાર થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનાના કેસ વધતા સુરતમાં છેલ્લા 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે સુરતની આવી સ્થિતિ બાદ સુરત મ્યુનિ. તંત્ર પાલ ખાતેની 2006થી બંધ પડેલી સ્મશાન ભુમીને ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય કર્યો છે. પાલિકાના માજી કોર્પોરેટર અને સ્મશાનના ટ્રસ્ટી પી.એમ. પટેલ, અડાજણના માજી કોર્પોરેટર પી. એમ. પટેલ તથા હાલના કોર્પોરેટર નિલેશ પટેલ અને ભાજપના માજી પ્રમુખ નિતિન ભજીયાવાલાએ તાત્કાલિક બંધ થયેલી સ્મશાન ભુમી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજ્યમાં છેલ્લા 4 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4855એ પહોંચ્યો છે. હાલ સૌથી વધુ કફોડી હાલત ગુજરાતમાં સુરત શહેરની છે. પરંતુ ગમે તે સમય આવે સુરત હંમેશા મુસીબતોમાંથી ઉભુ થયું છે. પછી તે પ્લેગ હોય કે પછી પૂરની આફત કેમ ન હોય. સુરતીઓ હંમેશા સાહસથી ઉભા થાય છે.
સુરતમાં છેલ્લા 14 વર્ષથી પાલ એક્વેરિયમની પાછળના ભાગે તાપી નદીના કિનારે આવેલી કૈલાસ મોક્ષ ધામને શરૂ કરવામા આવ્યું હતું અને અહી 50થી વધુ કોવિડના મૃતદેહની અંતિમક્રિયા કરવામાં આવશે. સુરતમાં ત્રણ સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે ટોકન આપવા છતાં મૃતદેહનો ઢગલો થઈ રહ્યો છે અને વેઈટીંગ છે. જેના કારણે સુરતની 14 વર્ષથી બંધ પડેલી સ્મશાન ભુમીને શરૂ કરી તેમાં અંતિમ સંસ્કાર પણ શરૂ કરવામાં આવ્યા તે જ સુરતની ભયાનકતાનો ચિતાર આપે છે.
રાત પડતા જ સુરતના સ્મશાનના ભયંકર દ્રશ્યો: 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરાયું, એકસાથે 50 લોકોને અપાય છે અગ્નિદાહ pic.twitter.com/693PawwJv6
— Trishul News (@TrishulNews) April 13, 2021
પરંતુ હાલ શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાત્રિના સમયે સ્મશાન ગૃહના દ્રશ્યો કઈક અલગ જ જોવા મળ્યા છે. રાત્રિના સમયે એક સાથે 20થી વધુ મૃતદેહોનો અગ્નિદાહ કરવામાં આવી રહ્યો છે. તો સાથે સુરતમાં વધી રહેલા કોરોનાથી મોતને કારણે એકસાથે 25 જેટલા મૃતદેહોનું અગ્નિદાહ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મૃતદેહો આવતા સ્મશાન ગૃહ બહાર બીજું સ્મશાન ઉભું કરાયું
સુરતમાં કોરોનાથી મૃતદેહોનો ભરાવો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. ઉમરા સ્મશાન ભૂમિના ભઠ્ઠી ઘટતા બહાર સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે કોવિડ અને નોન કોવિડના મૃતદેહો સતત આવતા રહે છે. કોરોના મહામારી વચ્ચે મોતના આંકડા સાથે ક્યાંક ને ક્યાંક ખેલ ખેલાઈ રહ્યો હોય તેવા આરોપો થઈ રહ્યા છે.
કિરણ હોસ્પિટલ બહાર રેમડેસિવિર લેવા લાંબી લાઈન
સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ કંઈ અલગ જ જોવા મળી છે. ઈન્જેક્શન માટે લોકો આખી રાત હોસ્પિટલની બહાર લાઈનમાં બેઠા હોય છે. લાઈનમાં આવેલા લોકો કોવિડના દર્દીના સગા સંબંધીઓ છે. આ ઈન્જેક્શન લેવા માટેની લાગેલી લાંબી લાઈન સુરતમાં કોરોના સંક્રમણ વધારી શકે છે.
લોકો એક ઇન્જેક્શન માટે કલાકો સુધી રઝળી રહ્યા છે. કિરણ હોસ્પિટલની બહાર પણ હાજરોની સંખ્યામાં લોકોની લાઈન લાગેલી જોવા મળે છે. આ લાઈનમાં કોવિડની કોઈ ગાઈડલાઈનનો અમલ થતો નથી. ઈન્જેક્શન લેવા આવતા લોકોમાં ઝડપથી સંક્રમણ વધી શકે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.