સુરત(Surat): સુરત મહાનગર પાલિકા(SMC)ની ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓને મંજુર કરી દેવામાં આવ્યા હતાં. જેમાં સૌથી અગત્યનો અને મહત્વનો મુદ્દો હતો કે, સ્મીમેર હોસ્પિટલ(SMIMER Hospital)ની અંદર શહેરમાં વાહન અકસ્માતમાં કોઇ પણ વ્યક્તિ ઘાયલ થાય તો તેને વિનામૂલ્યે સારવાર કરી આપવામાં આવશે. ઘાયલને 48 કલાકની અંદર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે તો તેને તમામ સારવાર ફ્રી(Treatment free)માં કરી આપવામાં આવશે તેવો નિણર્ય લેવામાં આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં જે સારવાર ઉપલબ્ધ હશે તે સારવાર ઘાયલ દર્દીને આપવામાં આવશે.
આ સાથે સ્થાયી સમિતિમાં આ સિવાયના પણ કેટલાક મહત્વના અને મોટા મુદ્દા પૈકી ઇલેક્ટ્રિક વાહન પોલિસી અંતર્ગત વધુ 150 જેટલી ઈલેક્ટ્રીક બસ દોડાવવા માટેનું પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. માસ ટ્રાન્સપોર્ટેશન માટે આ પ્રકારની બસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સુરત કોર્પોરેશનમાં સતત ઈલેક્ટ્રિક વ્હિકલોનો વધારો થાય તે દિશાની હેઠળ એક પોલિસી બનાવવામાં આવી છે. તે હેઠળ આ પ્રકારના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પ્રદૂષણ ઉપર રોક લગાવવામાં માટે ઈ- વ્હિકલ પોલિસી અપનાવવામાં આવી છે. જેથી કરીને લોકો પ્રાઇવેટ વ્હિકલનો ઉપયોગ ઘટાડે અને માસ ટ્રાન્પોરેશન માટે ઈ-વ્હિકલનો ઉપયોગ કરવામાં આવે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલની અંદર વાહન અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને વિનામૂલ્યે સારવાર આપવા માટેનો એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 150 જેટલી ઈલેક્ટ્રીક બસો વધુ દોડાવવામાં આવશે આ પ્રકારનો પણ નિણર્ય લેવામાં આવ્યો છે. વીઆઈપી રોડ ખાતે કેનાલ પર બનાવવામાં આવેલા ગાર્ડનને પીપીપી ધોરણે રૂ.2.71 લાખ કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવશે અને ગાર્ડન મેઇન્ટેન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.