સુરત ક્રાઇમ બ્રાન્ચે ફીલ્મી સ્ટાઈલમાં ચીકલીગર ગેંગને પકડી- જુઓ બુલડોઝર, પીકઅપ અને હાથકડી સુધીનો લાઈવ વિડીયો

સુરત(Surat): શહેર ક્રાઇમ બ્રાંચ(Surat Crime Branch)નું એક ફિલ્મી ઢબે કરવામાં આવેલ લાઇવ ઓપરેશન સામે આવ્યું છે. જેમાં શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા ફિલ્મી ઢબે ચીકલીગર ગેંગ(Chiclegger gang)ના સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. બારડોલી(Bardoli) પાસેથી ચીખલીગર ગેંગના 3 સભ્યોની સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે. શહેરના દસ્તાન ફાટકના રોડ પર બાડાબંધી કરીને પોલીસ દ્વારા ગેંગના 3 સભ્યોને દબોચી લેવામાં આવ્યા છે. ચીકલીગર ગેંગના સભ્યોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાંચ દ્વારા JCB વચ્ચે મૂકીને તેઓની ગાડી પર ડંડાવાળી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, ક્રાઇમ બ્રાંચના ફિલ્મી ઢબે કરવામાં આવેલ ઓપરેશનના લાઇવ વિડીયો પણ સામે આવ્યા છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે, આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચની ટીમ અને ચીખલીગર ગેંગ વચ્ચે થયેલી ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. છેલ્લાં ઘણા સમયથી આ ચીકલીગર ગેંગનો આતંક જોવા મળતો હતો ત્યારે હવે ક્રાઇમ બ્રાંચને આ એક મોટી સફળતા હાથ લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીકલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા એ દરમ્યાન ફિલ્મી ઢબે ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ઇકો કારને રોકવામાં આવી હતી અને કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીકલીગર ગેંગના સભ્યો ભાગી ના થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ JCB મૂકી દેવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, પોલીસને જોતાની સાથે જ ગેંગના સભ્યોએ કારને રિવર્સ લઇને ઘટનાસ્થળેથી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમની સતર્કતાને કારણે કાર પર લાકડીઓ અને ડંડાવાળી કરી ચીખલીગર ગેંગના 3 સભ્યો ભાગવામાં અસફળ રહ્યા હતા. છેલ્લાં ઘણા સમયથી ચીકલીગર ગેંગના સભ્યની પોલીસ શોધખોળ કરી રહી હતી. આથી, જ્યારે ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, બારડોલીના દસ્તાન ફાટક પાસે ચીખલીગર ગેંગના સભ્યો પસાર થવાના છે. જેને કારણે, વહેલી સવારમાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા આ આખેઆખું ઓપરેશન ફિલ્મી ઢબે પાર પાડવામાં આવ્યું હતું.

હાલમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આ શખ્સોને સુરત ક્રાઇમ બ્રાંચે લઇ જવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અંદાજે 20થી વધુ ગુનાઓને ચીકલીગર ગેંગના સભ્યો તેઓ અંજામ આપી ચૂક્યાં છે. અગાઉ પણ પોલીસ દ્વારા આ ગેંગના સભ્યોને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસના અગાઉના પ્રયાસ નિષ્ફળ ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *