હાલમાં હત્યાના વધતા કેસો દરમિયાન હત્યા કરાયેલી લાશ ઝાડીમાંથી મળી આવતા મારનાર યુવાનના બે સગા ભાઈની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પગારના રૂપિયા લઇ લીધા હતા તેની અદાવતમાં હત્યા કરી ચહેરા પર ઓસીડ નાંખી ઈંટ તથા લોખંડના રોડાથી માથામાં ઘા મારી પગ વડે તેનું ગળી દબાવી હત્યા કરી નાખી હતી. અને મોડી રાત્રે લાશને મકાન પાછળ આવેલી ઝાડીમાં નાખી દીધી હતી. જોકે, પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
જયારે સતત હત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે ગઈકાલે પોલીસને ખુલ્લી ઝાડી ઝાંખરવાળી જગ્યામાં અંદાજીત 35 થી 40 વર્ષના યુવાનની સડી ગયેલી લાશ મળી હતી. માત્ર જીન્સ પેન્ટ અને અંડરવિયર અડધે સુધી ઉતરેલી હાલતમાં મૃતક યુવાનના શરીરે મળ્યા હતા. તેનો ગુપ્ત ભાગ અને આજુબાજુનો ભાગ સંપૂર્ણ કહોવાઇ ગયા હતા. તેના જમણા હાથના બાવડાના ભાગે હનુમાનજીનું છૂંદણું, પંજા ઉપર ઓમનું છૂંદણું અને કાંડાના ભાગે ડિઝાઈન વચ્ચેના દિલના આકારમાં ‘ઓમ’નું છૂંદણું હતું.
પ્રથમ દ્રષ્ટીએ હત્યાનો મામલો જોવા મળી રહ્યો હતો. કોઇ અજાણ્યા વ્યક્તિઓએ અગમ્ય કારણોસર કોઇ હથિયાર અથવા કોઇ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરી અને મરનારનું ગળુ દબાવી હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. મારનાર યુવાન કરનોઈ ગૌડ હોવાનું સામે આવ્યુ હતું. જોકે પોલીસે આ અંગે તેની રૂમમાં તેની સાથે રહેતા ક્રિષ્ણા ચકપાણી ગૌડ અને નારાયણ ચક્રપાણી ગૌડને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મરનાર યુવાન પ્રશાંત બંને સગા ભાઈ છે અને તેની સાથે તેની રૂમમાં રહેતા હતા.
જોકે, પ્રશાંતે બંને ભાઈ પાસે રહેલ બે મહિનાનો પગાર રૂપિયા 22 હજાર બળજબરીથી લઇ લીધો હતો. બન્ને જણાએ રૂપીયા લીધેલાની અદાવત રાખી પ્રશાંતને તા. 22/2/2016ના રોજ બપોરના બાર વાગ્યે રૂમમાં સુતેલાં હતાં ત્યારે તેની હત્યા કરવા માટે એસીડ લઈ આવેલ જે એસીડ મરનારના ચહેરા ઉપર નાંખી ઈંટ તથા લોખંડના રોડાથી માથામાં ઘા કરી પગ વડે તેનું ગળી દબાવી હત્યા કરી અને ત્યારબાદ લાશ રૂમમાં જ રહેવા દઈ મોડી રાત્રીના લાશ ઉપાડી બિલ્ડીંગની છત ઉપર લઈ જઈ, લાશની ઓળખ ન થાય તે માટે આખા શરીર ઉપર એસીડ નાંખી, લાશને છત પરથી નીચે ઝાડી ઝાંખરમાં ફેકી દીધી હતી. પોલીસની પુછપરછમાં હત્યા પોતે કરી છે તેવી કબૂલાત કરતા પોલીસ દ્વારા આ મામલે બંને ભાઈની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle