અષાઢ વદ અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની પૂર્ણાહૂતિ સમયે સુરતમાં તાપી નદીને મૂર્તિ વિસર્જિત કરાવવાને બદલે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાવીને સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ‘ફ્રેન્ડ ઓફ પોલીસ મિત્ર’ ટીમ એ તાપી શુદ્ધિકરણની મુહીમને વેગ આપ્યો છે.
સુરતના કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર ધાંસુરાના માર્ગદર્શન હેઠળ ‘ફ્રેન્ડ ઓફ પોલીસ મિત્ર’ ટીમ એ ગઈકાલે દશામાં વ્રત પુર્ણાહુતી બાદ કરવામાં આવતા મૂર્તિ વિસર્જન ને વિનાવીઘ્ને પૂર્ણ કર્યું હતું. આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ પણ આવી રહ્યો હોઈ દર વર્ષની માફક આ વર્ષે પણ તાપી શુદ્ધ રહે તે હેતુ થી તંત્ર દ્વારા તૈયાર કરતા કૃત્રિમ તળાવ માં જ મૂર્તિ વિસર્જિત કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
આ વિસર્જન દરમ્યાન કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી, ફ્રેન્ડ ઓફ પોલીસ અને નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોએ પ્રશંશનીય કામગીરી કરી હતી. જે તમામનો કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર ધાંસુરા સાહેબ એ આભાર માન્યો હતો.
આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા નહીં પરંતુ મહેંદી મુકવા પહોચી બાળકીઓ- જુઓ દ્રશ્યો
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કતારગામ પોલીસ સ્ટેશનમાં જ અલુણા વ્રત દરમ્યાન કતારગામ પોલીસ સ્ટેશન અને નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ૨૦૦ થી વશું બાળકીઓને મહેંદી મૂકી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર પોલીસ સ્ટેશનના મહિલા અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.