Surat Diamond Bourse Opening: દિવાળી પછીનો સમય સુરત માટે અને ડાયમંડના વેપારીઓ માટે અત્યંત મહત્વનો અને પરિવર્તનકારી નિવાડવાનો છે. તેનું મહત્વનું કારણ એ છે કે સુરતની જનતા, હીરા ઉદ્યોગકાર (Surat Diamond Bourse opening date) સહિત જે લોકોતાથી જે મંગલ ઘડીની રાહ જોઈ રહ્યા હતા તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બ્રુસ સુરતના ખાજોદ ખાતે આ વર્ષે 21મી નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે. કુલ 350 કંપનીઓ આ બ્રુસમાંથી 21મી નવેમ્બરથી હીરાનો વેપાર શરૂ કરી દેવામાં આવશે. અગાઉ આ બ્રુસમાંથી ટ્રેડિંગ શરૂ કરવા માટે પ્રતિબદ્ધ કંપનીઓ ઉપરાંત, વધારાની 160 જેટલી કંપનીઓ બ્રુસમાંથી હીરાનો વેપાર શરૂ કરવા સંમત થઈ છે.
સુરત ડાયમંડ બુર્સની ઓપનીંગ તારીખ જાહેર
દિનેશ નાવડિયાના જણાવ્યા અનુસાર, વધુ કંપનીઓ સુરત ડાયમંડ બ્રુસમાંથી તેમનો વેપાર શરૂ કરવા માટે કરાર પત્રો મોકલે તેવી શક્યતા છે. બુર્સના પ્રવક્તા મથુરભાઈ સવાણીના જણાવ્યા અનુસાર, હીરાની કંપનીઓ આગામી દશેરા પર તેમની ઓફિસમાં કુંભ સ્થાપિત કરશે અને 21મી નવેમ્બરથી પોતાનો વેપાર પણ શરૂકરી શકે છે.
હીરાઉદ્યોગના સૂત્રોએ સંકેત આપ્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની મુલાકાત દરમિયાન 21મી નવેમ્બરે ડાયમંડ બ્રુસનું ઉદ્ઘાટન કરવા સુરત આવી શકે છે.
આવનારી તારીખ 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ,અને સુરત રેલવે સ્ટેશન અને અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરે એવી શક્યતા છે.સુરતમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાની તૈયારીમાં છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3000 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે.
દિનેશભાઈએ જણાવ્યા અનુસાર, સેફ ડિપોઝિટ વોલ્ટ, કસ્ટમ ઝોન, બેંક અને રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ પણ 21મી નવેમ્બરથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુમુલ ડેરી અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરી શકે છે. અમૂલ અહીં તેનું આઉટલેટ પણ ખોલશે.સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટમ ક્લિયરન્સની મંજૂરી ટૂંક સમયમાં આવી જશે. કસ્ટમ્સ તપાસની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube