સુરતના રત્નકલાકારે તાપીમાં કુદકો મારી લગાવી મોતની છલાંગ, પંરતુ નસીબે…

સુરત શહેરનાં નાનાવરાછા તેમજ મોટા વરાછા જોડતા સવજી કોરાટ બ્રિજ જાણે સુરત શહેરનાં લોકો માટે આત્મહત્યા મોટું કેન્દ્ર બન્યું છે. તે સમયે રત્નકલાકાર તરીકે કામ કરી રહેલા એક યુવાને ગઈકાલનાં રોજ આત્મહત્યા કરવાનાં ઇરાદાથી તાપી નદીમાં મૃત્યુની છલાંગ મારી હતી. જો કે ત્યાના સ્થાનિક માછીમારી કરતાં લોકોએ યુવાને બચાવી સારવાર અર્થે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આમ માછીમારોની સક્રિયતા તેમજ માનવતાનાં લીધે એક હતાશ વ્યક્તિની જિંદગી બચાવવામાં સફળ રહ્યા હતા.

સુરત શહેરમાં અવાર નવાર આત્મહત્યાનો બનાવ બહાર આવી રહ્યા છે જેમાં પણ તાપી નદીમાં આત્મહત્યા માટે કોઈને કોઈ બ્રિજ પરથી સુરત શહેરનાં હતાશ લોકો આત્મહત્યા માટે છલાંગ મારે છે, તે સમયે ગઈકાલનાં રોજ સુરત શહેરનાં સવજી કોરાટ બ્રિજ પરથી ગતરોજ બપોરનાં સમયે એક યુવકે તાપી નદીમાં જંપ લગાવી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જો કે બ્રિજ નીચે ત્યાં સ્થાનિક રહીશોએ તરત તાપીમાં ઝંપલાવી યુવકને બચાવ્યો હતો.

અર્ધ બેભાન અવસ્થામાં યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જો કે આ યુવાન વરાછા A.K. રોડ રાણા પંચની વાડીમાં રહેતો સંદિપ દિગમ્બર પાટીલ હોવાની સાથે જ આ યુવાન હીરાનાં કારખાનામાં કામ કરીને તેનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી એમની પત્ની સંતાનોની સાથે એમનાંથી જુદા રહે છે. તેથી તેઓ તેનાં ટેન્શનમાં રહેતા હતાં.

આમાં તેણે સવજી કોરાટ બ્રિજ પરથી તાપીમાં કુદી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ બનાવ સ્થળે આવી હતી. જોકે બ્રિજ નીચે ત્યાંના સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડ પહોંચે તે અગાઉ જ યુવકને બચાવી 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

બનાવની જાણકારી મળતા જ પોલીસ પણ ઘટનાવાળી જગ્યા પર દોડી આવી તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવાન પત્નીથી એકલો રહેતો હતો તેમજ પત્ની એનાં બાળકોને ન મળવા દેતી હોવાનાં લીધે લઈને ડિપ્રેશનમાં આવીને આ રત્નકલાકર એ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *