ગુજરાતનાં સુરત શહેરમાંથી એક હ્રદયદ્રાવક ઘટના હાલમાં સામે આવી રહી છે. સુરત શહેરમાં આવેલ ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારના ઘરમાં બુધવારે રાત્રે એટલે કે, કડવા ચોથની ઉજવણી વખતે અચાનક આગ લાગી જાય છે. પતિના લાંબા આયુષ્ય માટે મહિલા કડવા ચોથનું વ્રત કરી રાત્રે પૂજા કરવાં માટે સજાવેલ થાળીમાં દિવડો કરીને આરતી ઉતારે છે.
ત્યારબાદ પરિવારજનો સળગતા દિવા સાથેની થાળી ટેબલ પર મૂકીને જમવા માટે જાય છે. આ દરમિયાન આગ લાગી જાય છે. દિવાની જ્યોતથી લાગેલ આગ સમગ્ર ઘરમાં જોતજોતામાં પ્રસરી જાય છે. અંદાજે રાત્રે 11 વાગે લાગેલ આગમાં પરિવારના કુલ 7 સભ્યોનો આબાદ રીતે બચાવ થાય છે.
જ્યારે આગની દુર્ઘટનામાં ઘર વખરીનો સામાન બળીને ખાક થઈ જાય છે. આગમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ તથા રોકડ રકમ કુલ 25,000 પણ આગમાં બળી ગયા છે. અચ્છેલાલ તિવારીએ જણાવતાં કહ્યું હતું કે, આગમાં અંદાજે 2 લાખ રૂપિયાનું નુકશાન થયું છે.
ઉપરના માળેથી નીચે જમવા આવતા લાગી આગ :
આ મકાનના માલિક અચ્છેલાલ તિવારીએ જણાવતાં કહ્યું હતું કે, તેઓ સિક્યુરિટી કોન્ટ્રાકટર છે. સંયુક્ત પરિવારના કુલ 9 સભ્યો સાથે રહે છે. બુધવારે કડવા ચોથને લઈ પત્નીએ એક પૂજાનું આયોજન કર્યું હતું. ઘરના તમામ સભ્યો પહેલા માળે હતા. પૂજા પુર્ણ થયા પછી બધાં સભ્યો રાત્રી ભોજન માટે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા. ત્યારબાદ અચાનક ઘરના પહેલા માળે આગની જ્વાળાઓ સાથે ધુમાડો દેખાતા ભાગદોડ મચી ગઇ હતી.
આગ લાગતા ઘરની બહાર નીકળી ગયા :
પરિવારના બધાં સભ્યોને ઘર બહાર લઈ ગયા પછી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવીને આગને કાબૂમાં લઈ લે એ પહેલા જ આખો રૂમ બળીને ખાક થઈ ગયો હતો. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પણ ઘર વખરીનો સામાન, ગાદલા, ઓરીજનલ પેપર, સહિત રોકડ રકમ કુલ 25,000 રૂપિયા પણ બળી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle