દિવાળીના તહેવાર સમયે જ સુરતમાં છેલ્લા 40 વર્ષથી જ્વેલર્સની દુકાન ધરાવતા પિતા-પુત્ર (Father-Son)એ બે કરોડથી વધુનું ઉઠમણું કર્યું હોવાથી ગ્રાહકો (Customer) અને અન્ય જ્વેલર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે પિતા-પુત્ર સોનાના વેપારીઓ અને ગ્રાહકો પાસેથી આશરે 2.42 કરોડના સોનાના દાગીના લઈને 15 દિવસ પહેલા ક્યાંક ફરાર થઈ ગયા છે. બંનેએ વેસુ ખાતેનો પોતાનો ફ્લેટ, કાર, બાઇક વગેરે પણ વેચી નાખ્યા છે. આ મામલે કતારગામ પોલીસ સ્ટેશન (Katargam Police Station) ખાતે ફરિયાદ દાખલ થઈ છે. બંને કતારગામ દરવાજા ખાતે કુબેરનગર (Kubernagar)માં છેલ્લા 40 વર્ષથી મા શક્તિ જવેલર્સના નામે દુકાન ધરાવતા હતા. દુકાન ખૂબ જૂની હોવાથી વેપારીઓ અને ગ્રાહકો તેમના પર વિશ્વાસ મૂકતા હતા.
પોલીસ ફરિયાદ પ્રમાણે રાજેશભાઈ મહેન્દ્રકુમાર ધોકા નામના સોનાના વેપારી કતારગામ દરવાજા કુબેરનગર વિભાગ 1 પ્લોટ નં.83 ખાતે મા શક્તિ જવેલર્સના નામે દુકાન ધરાવતા પિતા-પુત્ર દિલીપભાઈ જ્યંતિલાલ સોની સાથે વેપાર કરતા હતા. બંને તેમની પાસેથી સોનાના દાગીના લઈ જતા હતા, અને પેમેન્ટ કરી દેતા હતા. આ દરમિયાન બંનેએ દિવાળીના સમયે વધારે માલ હોય તો આપવાનું રાજેશભાઈને કહ્યું હતું.
જે બાદમાં રાજેશભાઈ 1347 ગ્રામના વજનના દાગીના લઈને મા શક્તિ જ્વેલર્સ ખાતે ગયા હતા. અહીં પિતા-પુત્રએ તમામ ઘરેણા રાખી લીધા હતા. જે બાદમાં પિતા-પુત્રએ રાજેશભાઈ પાસેથી વધુ દાગીના મંગાવ્યા હતા અને આ અંગેની ચૂકવણી સાત દિવસમાં કરી આપવાનું કહ્યું હતું. જોકે, પેમેન્ટ પહેલા જ પુતા-પુત્રએ તેમની દુકાનને તાળું મારી દીધું હતું. જે બાદમાં પુતા-પુત્રનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ ઉપરાંત રાજેશભાઈને એવું પણ માલુમ પડ્યું હતું કે પિતા-પુત્ર પોતાની તમામ સંપત્તિ અને કાર, બાઇક સહિતની વસ્તુઓ વેચીને ભાગી ગયા છે. આ મામલે રાજેશભાઈએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ આપી છે.
વેપારી ક્યાંક ભાગી ગયાનું જાણ્યા બાદ સોનાના અન્ય વેપારીઓ અને ગ્રાહકો પણ દોડતા થયા હતા. એવી આશંકા છે કે પિતા-પુત્ર તમામ વસ્તુઓ વેચીને વિદેશ ભાગી ગયા હોઈ શકે છે. પિતા-પુત્રએ આયોજન પૂર્વક તમામ વેપારીઓ પાસેથી ઘરેણા મંગાવીને ચૂનો લગાડ્યો છે. આ ઉપરાંત અનેક ગ્રાહકો પણ તેમનો ભોગ બન્યા છે.
વેપારીઓ અને ગ્રાહકો સાથે થયેલી છેતરપિંડી:
(1) લબ્ધી ઓર્નામેન્ટ- સંદીપ રજનીકાંત શાહ (રૂ. 28.53 લાખના ઘરેણા )
(2) વીર જવેલર્સ- વૈભવ ધીરજભાઈ શાહ ( રૂ. 21.41 લાખના ઘરેણા )
(3) રાજેશકુમાર હરિલાલ ધોળકીયા (રૂ. 20.67 લાખના ઘરેણા)
(4) સિદ્ધિ જવેલર્સ- દીક્ષિત રજનીકાંત શાહ (રૂ. 19.63 લાખના ઘરેણા)
(5) શ્રી સમોર ગોલ્ડ- હર્ષદકુમાર રસિકલાલ શાહ (રૂ. 19.14 લાખના ઘરેણા)
(6) આદી ઓર્નામેન્ટ- રાહુલ રજનીકાંત શેઠ (રૂ. 19.24 લાખના ઘરેણા)
(7) ગોવિંદજી ઓર્નામેન્ટ- દર્શન દિલીપભાઈ વેકરીયા (રૂ. 10.38 લાખના ઘરેણા)
ભોગ બનેલા ગ્રાહકો
(1) પારસભાઈ ભવાનભાઈ સવાણી
(2) પોપટભાઈ સામજીભાઈ ધામેલીયા
(3) ભવાનભાઈ તળશીભાઈ સવાણી
(4) સુરેશભાઈ ઉર્ફે ભરતભાઈ પ્રેમજીભાઈ ધામેલીયા
(5) અલ્પાબેન સુરેશભાઈ ધામેલીયા
(6) ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ માવાણી
(7) રમેશભાઈ વજુભાઇ સવાણી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle