ગાંધીના ગુજરાતમાં અવારનવાર બુટલેગરો કોઈપણ રીતે રાજ્યમાં દારૂની ઘુસણખોરી કરતા હોય છે ત્યારે આવા જ એક ખુબ મોટા રેકેટનાં પર્દાફાસને લઈ રાજ્યના સુરત શહેરમાંથી સમાચાર સામે આવ્યા છે. મોટાભાગના લોકો જાણતા હોય છે કે, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ રખાયો છે.
આની સાથે જ ગુજરાતમાં દારૂનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોય છે. અંગ્રેજી દારૂ ગુજરાતમાં બનતો ન હોવા છતાં દારૂ માફિયાઓ દારૂ પીનાર લોકો માટે અન્ય રાજ્યમાંથી તેની દાણચોરી કરતા હોય છે. આવી જ એક દાણચોરી સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડી છે.
દારૂના દાણચોરોની યુક્તિ જોઈને પોલીસ પોતે પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. બે લક્ઝરી કારમાં ગુપ્ત ભોંયરું શોધવા માટે મિકેનિકની પણ મદદ લેવામાં આવી હતી. દારૂની દાણચોરીને જોઈ સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ 3 દારૂના દાણચોરોમાં વિકાસ ઉપાધ્યાય, હબીદ સૈયદ અને ફાલ્ગુન પ્રજાપતિનો સમાવેશ થયો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલ બાતમી પ્રમાણે આ 3 લોકો ઈનોવા કાર તેમજ XUV કારમાં ખુબ મોટી માત્રામાં ગોવાથી દારૂની બોટલો સુરત લાવવા માટે જઈ રહ્યા છે. આ માહિતીને આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા સુરત નજીકના સચિન વિસ્તારમાં તેમને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ ત્રણેય તેમની બંને કારની સાથે આવ્યા હતા. પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બંને કારની અંદર તેમજ બહાર તપાસ કરતા તેમને દારૂની બોટલો ક્યાંય મળી આવી ન હતી. કારમાં દારૂ લાવનાર આ ત્રણેય પણ મોં ખોલવા માટે તૈયાર ન હતા કે, જ્યાં તેઓએ બોટલો છુપાવી હતી.
છેવટે કંટાળીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારના મિકેનિક્સને બોલાવ્યો તેમજ કારની અંદરની સીટ નીચે મિકેનિક્સની મદદથી દારૂની શોધ કરવામાં આવી હતી. કારની સામે લાઇટ પાસે બાંધેલ ગુપ્ત ભોંયરાઓ શોધી કાઢ્યા હતા. બંને લક્ઝુરિયસ કારમાંથી મળેલ દારૂની કિંમત 5 લાખ રૂપિયા હોવાનું મનાય છે. XUV તેમજ ઈનોવા કાર સહિત કુલ 26 લાખ રૂપિયા જપ્ત કરી લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.