સુરત(ગુજરાત): સુરતના સ્થાનિકોએ શેરીમાં ફરતા કૂતરાની પરિવારના સભ્યની જેમ જ દેખરેખ કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એક કુતરો જેને સોસાયટીના લોકો “ભુરો” કહીને બોલાવતા હતા. સોસાયટીના લોકો માટે આ કુતરો કોઈ રખડતો કૂતરો નહિ પણ તેમના પરિવારનો એક સભ્ય જ હતો.
સોસાયટીના લોકોએ ભૂરાની આટલા વર્ષથી ખવડાવવાથી લઈને તેનું ધ્યાન રાખવાની તમામ જવાબદારી ઉપાડી હતી. પરંતુ આ કુતરાને છેલ્લા 2 વર્ષથી કેન્સરની બીમારી હતી અને આંખે અંધાપો આવી ગયો હતો. તેમ છતાં સ્થાનિકોએ તેને તેના હાલ પર છોડી દેવાના બદલે તેને સારવાર માટે પશુ ચિકિત્સક પાસે લઇ જવામાં આવ્યો હતો.
આ સારવાર છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હતી, પરંતુ આજે આ શ્વાને અંતિમ શ્વાસ લીધા હતા. સ્થાનિક જ્યોતિ સોલંકીના જણાવ્યા અનુસાર, તેમની સોસાયટીમાં ભૂરા સિવાય બીજા 2 કુતરા છે. પણ સોસાયટીના લોકોમાં ભૂરાની વિદાયથી ખૂબ દુઃખ લાગ્યું છે. સોસાયટીના સભ્યો માટે તે એક પરિવારનો જ સભ્ય હતો. આજે સોસાયટીના લોકોએ તેની વિદાય થવાથી કોઈ વ્યક્તિની જે રીતે અંતિમ વિધિ થાય તેવી જ રીતે ભૂરાની પણ અંતિમ વિધિ કરી હતી અને વસમી વિદાય આપી હતી. સામાન્ય રીતે, શેરી અને મહોલ્લામાં કુતરાના ત્રાસથી સોસાયટી કે શેરીના સ્થાનિકો કંટાળી જતા હોય છે. તેથી સ્થાનિકો કંટાળીને ફરિયાદ કોર્પોરેશન કચેરીમાં ફરિયાદ કરતા હોય છે.
સુરતમાં તો પહેલા પણ કુતરા સાથે અત્યાચાર કરવામાં આવ્યા હોવાના અને તેની ફરિયાદ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ કે, પોલીસમાં પણ કરવામાં આવી હોવાના બનાવ બની ચુક્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે, કુતરામાં પણ જીવનો વાસ હોય છે. સુરતમાં કુતરાને હડધૂત કરવાના ઘણા બનાવો જોવા મળ્યા છે પરંતુ આ બનાવ પરથી લોકોને શીખ લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.