એસીબીએ સફળ ટ્રેપ કરી પાંડેસરા પોલીસના હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો.
એક જાગૃત નાગરિકની ફરિયાદથી એસીબીને સફળતા મળી છે. તારીખ 9-11-2019 ના રોજ ફરિયાદી વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં તપાસના કામમાં આગળ વધતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ કહ્યું કે તને કંઈ થઈ નહીં થવા દઉં તારે મને 25000 આપવા પડશે તે વાત કરેલી. આ વાતે ફરિયાદી કમને સંમત થઇ ગયા હતા. અને ફરિયાદી વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલા હતા.
ત્યારબાદ ગઈ 12-11-2019 ના રોજ કોન્સ્ટેબલે અગાઉ થયેલી વાત મુજબ લાંચની રકમ 25000 માંગણી કરતા ફરિયાદીએ રકમ 15000 રૂપિયા આપેલ.
ત્યારબાદ કોન્સ્ટેબલ બાકીની રકમ અવાર-નવાર ફોન કરી માંગણી કરતા હતા, જે રકમ ફરિયાદી આપવા ન માગતા હતા તેથી ફરિયાદીએ 5-12- 2019 ના રોજ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલી હતી. ફરિયાદના આધારે છટકું ગોઠવેલું હતું. કોન્સ્ટેબલે 10000 રૂપિયા લીધા હતા ને તરત જ એસીબી ના અધિકારીઓએ તેને ઝડપી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.