નવસારી(Navsari): અબ્રામા(Abrama) ગામમાં રહેતી સહિસ્તા અને બ્રિજેશ પટેલ વચ્ચે અંદાજે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. સહિસ્તા છેલ્લે 20 એપ્રિલના રોજ તેના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચી ગયા હતા અને સહિસ્તા શોધવા લાગ્યા હતા. આ સાથે તેઓએ બ્રિજેશને માર મારવાની ધમકી આપી હતી.
મળતી માહિતી અનુસાર, આ દરમિયાન સહિસ્તા પોતાના ઘરેથી નીકળી વલસાડ પહોંચી ગઈ હતી. ત્યારે સહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સહિસ્તાનો એકાએક ફોન આવ્યો અને અને તેમણે કહ્યું હતું કે, ‘તું મને લઈ જા’ અને ત્યારપછી સહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું હતું કે, ‘તું સહિસ્તાને લઈ આવ અને ત્યારપછી તલવાડા તળાવ નજીક સહિસ્તાને અમને સોંપી દેજે.’
મહત્વનું છે કે, ત્યારબાદ બ્રિજેશે તલવાડા ચોકડી નજીક સહીસ્તાને તેના પરિવારના સભ્યોને સોંપી દીધી અને સાદિક નામના વ્યક્તિ દ્વારા સહિસ્તાને પોતાની કારમાં બેસાડી દીધી હતી. ત્યારપછી સહિસ્તાના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને પોલીસ ફરિયાદ નહીં કરે તેવું કહીને પાછો જવા દીધો હતો અને ત્યારપછી બીજા દિવસે બ્રિજેશને એવા સમાચાર મળ્યા કે, સહીસ્તાને માર મારી તેની હત્યા કરી નાખવામાં આવી છે અને દફનવિધિ પણ કરી દેવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાને આધારે બ્રિજેશ દ્વારા માગણી કરવામાં આવી છે કે, સહિસ્તાની હત્યા જે લોકો દ્વારા કરવામાં આવી છે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. આ સાથે પોસ્ટમોર્ટમ વગર જ યુવતીના મૃતદેહને દફન કરી દેવામાં આવ્યો છે એટલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવે તે પ્રકારની માગણી બ્રિજેશ દ્વારા કરવામાં આવી છે.
આ સાથે એવી પણ જાણકારી પણ સામે આવી રહી છે કે, બ્રિજેશ દ્વારા પોલીસ અરજી કરવામાં આવી છે જેમાં જે આરોપીઓના નામ લખાવવામાં આવ્યા છે. તેમાં અમુક આરોપીઓ કુખ્યાત આરોપી છે અને તેમાંનો એક આરોપી તો જુગારધામ ચલાવતો હોવાની પણ જાણકારી સામે આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે ત્યાં આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ બ્રિજેશની મદદ કરે છે કે નહીં.
મહત્વનું છે કે, બ્રિજેશ સુરત રેન્જ ઓફિસે ન્યાયની માગણી કરવા માટે અરજી લઈને પહોંચી ગયો હતો અને બ્રિજેશ ની એક જ માગણી છે કે, પ્રેમિકાની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે. આ સાથે જ બ્રિજેશને પણ પોતાનો જીવ જોખમમાં હોવાનો ડર સતાવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજેશ દ્વારા જે અરજી આપવામાં આવી છે, તેમાં મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ, રમજાન સિંધી, સિદ્દીક શેખ અને સોએબ શેખ સામે યુવતીની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.