રાજ્યમાંથી અવાર-નવાર ચોરી લૂંટફાટ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં સામે આવી રહી છે. સુરત પીસીબી પોલીસને મળેલ માહિતી અનુસાર સુરતમાં આવેલ રીંગ રોડ વિસ્તારમાં કડીવાલા સ્કૂલની બાજુમાં તિરુપતિ એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નં. g-4 માં ગોવિંદ સુથાર તથા જીતુ ચોપડા ગામના રાજસ્થાની તો એમના બીજા સાગરીતોને સાથે એકત્ર થઇને આર્થિક લાભ મેળવવા માટે શેરબજાર ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમી રહ્યા હતા.
હાલમાં પણ તેઓની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલી રહી છે. મળેલ જાણકારી પ્રમાણે આ 4 શખ્સોની પાસેથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં lenovo કંપનીનું કોમ્પ્યુટર જેની કિંમત કુલ 25,000 રૂપિયા છે. એપ્પલ કંપનીનું લેપટોપ જેની કિંમત કુલ 1,50,000 રૂપિયા છે. ઓડિસી કંપનીનું cpu જેની કિંમત કુલ 5,000 રૂપિયા છે. વીજુડી કંપનીનો મોબાઈલ 7 નગ મોબાઈલ ફોન જેની કિંમત કુલ 62,500 રહેલી છે.
આની સાથે જ પેન ડ્રાઈવ જેની કિંમત કુલ 1,000 રૂપિયા છે. wifi router જેની કિંમત કુલ 500 રૂપિયા છે. કુલ 2 નગ કી-બોર્ડ તેની કિંમત કુલ 200 રૂપિયા, કુલ 2 નંગ માઉસ જેની કિંમત કુલ 200 રૂપિયા, કુલ 2 નંગ કેલ્ક્યુલેટર જેની કિંમત કુલ 400 રૂપિયા, બોલપેનની કિંમત કુલ 3 રૂપિયા જેની કીમત કુલ 14,260 રૂપિયા રોકડ રકમ મળીને કુલ 2,07,244 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
શેર બજાર ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમી રહેલ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઉત્તરપ્રદેશમાં ભરાતા જંગીગજ બજાર માંથી અજાણ્યા શખ્શે કુલ 30,000 રૂપિયામાં પોતાનું હથિયાર રાખવાનો શોખ પૂરો કરવા માટે તેમજ મિત્રો માટે લાવેલ હોવાની કબૂલાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle