હાલ સુરતમાં વધુ એક અનૈતિક સંબંધનો અંત હત્યાના રૂપમાં આવ્યો છે. અહી પત્નીના તેનાથી 15 વર્ષ નાની ઉંમરના પ્રેમી સાથેના અનૈતિક સબંધની પતિને ખબર પડતાં પતિએ પત્નીને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના અંગે GIDC પોલીસ દ્વારા હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના સચિન GIDC પોલીસ મથકની હદમાં આવેલા લક્ષ્મી ફલોર મિલમાં રસોઈ બનાવાનું કામ કરતી 45 વર્ષીય કિતાબશ્રી નામની મહિલા ગયાં વર્ષે લોકડાઉનમાં પોતાના વતન બિહારમાં ગઈ હતી. ત્યાં તેમને કોરોનાના લીધે કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
ત્યાં જ કોરન્ટાઇન સેન્ટરમાં અન્ય એક મનીષ નામનો યુવક જે યુવતીની ઉંમર કરતા 15 વર્ષ નાનો હતો તેની સાથે આંખ મળી ગઈ હતી. ત્યારબાદ બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ઉપરાંત બને જણાંએ એક બીજાના મોબાઈલ નંબરની પણ આપ લે કરી હતી.
ત્યારે થોડાક સમય પછી સુરત પરત ફરેલી કિતાબશ્રી તેની સાથે અવાર નવાર ફોન પર વાત કરતી હતી. એક દિવસ પતિએ તેને ફોન પર વાત કરતા જોઈ અને પૂછ્યું કે કોની સાથે વાત કરે છે. ત્યારે મહિલાએ તેને તેના કોરન્ટાઇન વખતે થયેલી મિત્રતા વિશે જણાવ્યું હતું. પતિએ તેને મનિષ સાથે વાત કરવાની ના પાડી હતી. આ વાતને લઈ અવાર નાવર બંને વચ્ચે ઝગડા પણ થતાં હતાં.
બે દિવસ પહેલા પતિને નોકરી પર કોઈ કામ નહીં હોવાથી તેની પત્ની જ્યાં પત્ની રસોઈ બનાવાનું કામ કરતી હતી ત્યાં તેને મળવા જવાનું નક્કી કર્યું હતું. ત્યાં જઈને જોયું તો મૂળ બિહારનો અને અમદાવાદમાં કામ કરતો મનિષ બેડ પર સૂતો હતો. પતિએ આ વ્યક્તિ વિશે પૂછતાં પત્નીએ તેનો મિત્ર જેની સાથે તે ફોન પર વાત કરતી હતી તે હોવાનું જણાવ્યું જેથી પતિને ગુસ્સો આવ્યો હતો.
બંને વચ્ચે બોલાચાલી થઈ, ત્યારબાદ પતિનો ગુસ્સો કાબુ બહાર જતાં ત્યાં જ પડેલી ચપ્પુથી પત્નીને પેટના ભાગે અને ગળાના ભાગે ઘા ઝીંકી તેની હત્યા કરી ભાગી ગયો હતો. પોલીસ દ્વારા મૃતક મહિલાની પુત્રીની ફરિયાદ લઈ ફરાર પતિની શોધ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે જયારે હત્યારો પતિ ભાગવાની ફિરાકમાં હતો ત્યારે તેને સચિન વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને તેને તેની જ પત્નીની હત્યા કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે. ત્યારે 20 વર્ષની પુત્રીની લગનની ઉંમર હોવાથી તેના માંગા શોધવાને બદલે માતા તેનાથી 15 વર્ષ નાની ઉંમરના વ્યક્તિ સાથે અનૈતિક પ્રેમ સંબંધમાં પડતા આ અનૈતિક સબંધનો અંત હત્યાના રૂપમાં સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.