રોજગારી મેળવવા માટે લોકોને મુંબઈ નહિ, પણ ગુજરાતના આ શહેમાં મળશે વધુ તક. જાણો વિગતે

વિશ્વ આર્થિક મંચના તાજેતરના આર્ટીકલમાં જણાવાયું છે કે, અત્યાર સુધી દરેક લોકો રોજગારી મેળવવા માટે મુંબઈ જઈ રહ્યા હતા. ભારતના વધુ ભાગના લોકો હવે રોજગારી માટે મુંબઇ કે મહારાષ્ટ્રના અન્ય શહેરોને બદલે સુરત શહેર પર પસંદગી ઉતારી રહ્યા છે.

આપેલ માહિતી અનુસાર ભારતમાં સૌથી વધુ 28.87 લાખ લોકો સુરતમાં રોજગારી માટે આવી રહ્યા છે. તેનું કારણ એવું છે કે મુંબઇની ભીડભાડ વાળી જિંદગી, મોંઘવારી, સુરતમાં મહાનગર પાલિકાએ તૈયાર કરેલા વિકાસના કામોને કારણે લોકો હવે સુરત તરફ જઈ રહ્યા છે. રોજગારી માટે સુરત આવી રહેલા લોકોનું માનવું છે કે સુરત મુંબઇના વિકલ્પ તરીકે તૈયાર થઇ રહ્યું છે અને અહીં જીવન ધોરણ સારા થઇ શકે છે.

વિશ્વ આર્થિક મંચના આર્ટીકલમાં આપેલા આંકડા મુજબ સુરતમાં 7.58 લાખ લોકો કામની શોધમાં આવ્યા,1 લાખ લોકો ધંધા માટે,12189 શિક્ષણ માટે આવ્યા, 3 લાખ લગ્ન કરીને સુરતમાં વસ્યા છે અને 8.8 લાખ લોકો સહપરિવાર પોતાનું વતન છોડીને સુરતમાં વસવાટ કર્યો છે.

જે લોકો શિક્ષણ, સ્વાસ્થય,રિઅલ એસ્ટેટ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે ક્ષેત્રના કામ માટે મહારાષ્ટ્રના શહેરો તરફ જતા હતા તેમને હવે સુરત બધી રીતે યોગ્ય લાગી રહ્યું છે એટલે આવા લોકોના પગલાં સુરત તરફ વળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *