અહીં મા-બાપ વેંચે છે પોતાની દીકરીઓને, જાહેરમાં ભરાય છે યુવતીઓની બજાર,જુવો વિડીયો..

યૂરોપના એક સમુદાયમાં દીકરીઓ માટે માતા પિતા જ ગ્રાહક શોધ છે અને પોતાની દીકરીનું વેચાણ કરે છે. આ કામ માટે અહીં એક બજાર ભરાય છે.…

યૂરોપના એક સમુદાયમાં દીકરીઓ માટે માતા પિતા જ ગ્રાહક શોધ છે અને પોતાની દીકરીનું વેચાણ કરે છે. આ કામ માટે અહીં એક બજાર ભરાય છે. માતા પિતા પોતાની દીકરીના લગ્ન કરવા માટે આ કામ કરે છે. રોમા સમુદાયમાં દીકરીને વેંચવાની પ્રથા પ્રચલિત છે. ક્રિસ્ચિયનના એક સમુદાય કલાયદજી જે રોમા સમુદાયમાં આવે છે તેના લોકો અત્યંત ગરીબ પરિસ્થિતીમાં જીવન જીવે છે. આ સમુદાયના લોકો એટલા ગરીબ હોય છે કે તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલે છે. આ કારણે જ તેઓ વર્ષોથી આ પ્રથાને આગળ વધારી રહ્યા છે.

આ સમુદાયમાં શિક્ષણનો પણ અભાવ હોય છે. આ સમુદાયની કોઈપણ યુવતી કોલેજ સુધીનો અભ્યાસ પણ કરી શકતી નથી. કારણ કે તેમને નાની ઉંમરમાં જ લગ્ન માટે વેંચી દેવામાં આવે છે. બુલ્ગારિયા નામની જગ્યાએ આ બજાર છેલ્લા 4 વર્ષથી ભરાય છે. આ બજારમાં યુવતી પોતાની મરજીથી માતા પિતા કે અન્ય સંબંધી સાથે તૈયાર થઈને આવે છે. અહીં આવતા યુવકો યુવતીઓ સાથે વાતચીત કરે છે અને પછી બંને એકબીજાની પસંદથી લગ્ન કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *