બોર્ડમાં ટોપર રહેલી સુરતની આ દીકરી કરશે સંસારની મોહમાયાનો ત્યાગ અને ગ્રહણ કરશે દીક્ષા

હાલમાં જૈન સમાજમાં ઐતિહાસિક નોંધ લેવાય એવો એક દીક્ષા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આવતી 20મી ફેબ્રુઆરીએ વેસુના ઐતિહાસિક મેદાનમાં જ્યાં એક સાથે 77 દીક્ષા પ્રદાન કરાવાઈ હતી. એ જ મેદાનમાં શનિવારે 20 વર્ષની સુખી સંપન્ન ઘરની દીકરી રીશ્વીબેન શેઠ દીશ્રા ગ્રહણ કરશે.

બોર્ડમાં ધોરણ 10-12માં સુરત શહેરમાં રહેલી રીશ્વી 20 વર્ષની ઉંમરે સંસારનો મોહ ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવા જઈ રહી છે. છેલ્લા 400 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર 1000 જૈન સાધુ સાધ્વીઓની ઉપસ્થિતિમાં આ મહોત્સવ યોજાવા જઈ રહ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો બનશે.

વાવતીર્થની નિવાસી કુમારી રીશ્વીબેન શ્રીકેશભાઈ શેઠની દીક્ષા ‘સુરીરામચંદ્ર’ અને ‘સુરીશાંતિચંદ્ર’ સામ્રાજ્યના 18 આચાર્ય ભગવંતો, 1 ઉપાધ્યાય, 5 પંન્યાસ, 9 ગણિતવર્ય આદિ અને 1,0000 સાધુ-સાધ્વીની ઉપસ્થિતીમાં થશે. સમગ્ર સુરત શહેરમાં દસમાં ધોરણમાં બીજા ક્રમાંકે અને બારમાં ધોરણમાં સર્વપ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થવા છતાં આ કન્યાએ સંસારિક સર્વ પ્રલોભ ત્યજીને દીક્ષાના કાજે સ્વજન વર્ગને પોતાની નિષ્ઠાથી દ્રઢતાથી સમજાવ્યા છે અને સંપૂર્ણ સમજદારીથી ધન યૌવન, રૂપ, ભૌતિક સફળતા, સંસારી જીવન, સ્વપ્નિલ અરમાનો, સ્વજન, સમાજ, દુનિયાદારીના સંબંધો આદિનો ત્યાગ કરી પ્રભુ વીરએ બતાવેલો આત્મકલ્યાણનો આકરો પંથ સ્વીકારવાનું નક્કી કર્યું છે.

શુક્રવારે 19મી ફેબ્રુઆરીએ રીશ્વી દ્વારા એમનાં વેસુ વિસ્તારમાં વર્ષીદાન દ્વારા “ધનત્યાગ” નું પ્રતીક જનજનના હૈયે પ્રતિષ્ઠિત કરવામાં આવશે. શનિવારે તા.20મી ફેબ્રુઆરીના રોજ પ્રવચનકાર આ.સોમસુંદર સુરીશ્વરજી મહારાજ, જીર્ણોદ્ધાર જ્યોતિધર મુક્તીપ્રભ સુરીશ્વરજી મહારાજ, પ્રવચન પ્રભાવક કીર્તિયશ સુરીશ્વરજી મહારાજ, પ્રસિદ્ધ પ્રવચનકાર શ્રેયાંસપ્રભ સુરીશ્વરજી મહારાજ અને આધ્યાત્મિક દેશના દાતા યોગતિલક સુરીશ્વરજી મહારાજ આદિ 300  અધિકપુજ્યોના સાનિધ્યમાં આ દીક્ષા-પ્રદાન મહોત્સવ ઉજવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *