કોરોનાને લીધે કેટલાંક પરિવારોના માળા વિખાઈ ગયાં છે ત્યારે આવી જ એક કરુણ ઘટના રાજ્યના સુરત શહેરમાંથી સામે આવી છે. કોરોનાની બીજી લ્હેરે ઘાતક સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે ઘાતક બનીને ત્રાટકી રહેલ કોરોના હવે નાના મોટા એમ બધાંને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.
નાના એવાં બાળકો પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કેટલીક ઘટનામાં તો આખેઆખા પરિવાર કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. શહેરમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે ગોપીપુરામાં રહેતાં જરીવાલા પરિવાર માટે કોરોના કાળ બનીને ત્રાટક્યો છે.
સીટી સ્કેન સેન્ટરમાં ટેસ્ટિંગ માટે ગયેલ પિતાનું અચાનક તબિયત લથડતા નિધન થયું હતું. પિતાના મોતના આઘાતમાંથી પરિવાર માંડ બહાર આવે ત્યાં સુદીમાં તો ચોથા દિવસે માતાને પણ કોરોના ભરખી ગયો હતો. કાતિલ કોરોના માતા-પિતાને છીનવી લેતા સમગ્ર જરીવાલા પરિવાર ઘેરા આઘાતમાં પડ્યો છે.
ગોપીપુરાનાં મરદાનિયા વાડમાં રહેતા 77 વર્ષીય લક્ષ્મીચંદ જરીવાલા અઠવાડિયા અગાઉ ગેસ્ટ્રોમાં સપડાયા હોવાથી ફેમિલી ડૉક્ટરને ત્યાં સારવાર કરવા છતાં તબિયતમાં કોઇ બદલાવ જણાયો ન હતો. બીજી બાજુ લક્ષ્મીચંદભાઇના પત્ની ખુશમનબેન પણ બીમાર પડ્યા હતા.
જરીવાલા દંપતીની ફેમિલી ડૉક્ટરને ત્યાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ડૉક્ટરને લક્ષ્મીચંદભાઇમાં કોરોનાના લક્ષણો દેખાઈ આવતા HRTC રિપોર્ટ કઢાવવા જણાવ્યું હતુ. ગત તા. 1ના રોજ મનિષ સહિતના પરિવારજનો લક્ષ્મીચંદભાઇને સીટી સ્કેન માટે કૈલાસનગરનાં શંખેશ્વર કોમ્પલેક્સમાં સીટી સ્કેન સેન્ટરમાં લઇ ગયા હતા.
અહીં ટેસ્ટિંગ રૂમમાં લઇ જવામાં આવતા લક્ષ્મીચંદભાઇ ઢળી પડ્યા હતા. જેને લીધે સીટી સ્કેન સેન્ટરનો સ્ટાફ દોડતો થયો હતો. પરિવારજનો તાત્કાલિક લક્ષ્મીચંદભાઈને પાસેમાં આવેલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ બજાવી રહેલ ડૉક્ટરે તેમણે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.
પરિવારના મોભીની કોવિડ લાઇડલાઇન મુજબ અંતિમક્રિયા પાર પાડ્યા પછી પરિવાર માંડ-માંડ આઘાતમાંથી બહાર આવે ત્યાં તો માતા ખુશમનબેનની અચાનક તબિયત લથડતા તેઓને પણ શહેરની મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આની સાથે જ 5 એપ્રિલે 72 વર્ષનાં ખુશમનબેનને પણ કોરોના ભરખી ગયો હતો.
આ રીતે સુરતના જરીવાલા પરિવારે ગણતરીના દિવસોમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. આટલું ઓછું હોય તેમ કોરોના હજુ અટકવાનું નામ લઈ રહ્યો નથી, લક્ષ્મીચંદભાઇના પૌત્ર-પૌત્રીના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર ઘેરા આઘાતમાં ડૂબ્યો છે તેમજ હાલમાં પૌત્ર-પૌત્રી હોમ ક્વૉરન્ટીનમાં રહેલાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.