‘પોલીસ હવે દંડ નહીં પણ માસ્ક આપશે’ આવું બોલનાર સુરતનાં મેયર હેમાલી બોઘાવાલા થયા કોરોનાગ્રસ્ત

થોડા દિવસ પહેલાં જ સુરતનાં નવા મેયર તરીકે હેમાલીબેન બોઘાવાલાની વરણી થઈ છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સૌથી વધારે કોરોનાનાં કેસ સુરતમાંથી સામે આવી…

થોડા દિવસ પહેલાં જ સુરતનાં નવા મેયર તરીકે હેમાલીબેન બોઘાવાલાની વરણી થઈ છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં સૌથી વધારે કોરોનાનાં કેસ સુરતમાંથી સામે આવી રહ્યાં છે. શનિવારનાં રોજ હેમાલીબેન બોઘાવાલા કોરોનાગ્રસ્ત થયા હતા.

અગાઉ તેમનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ નેગેટીવ આવતા RTPCR કરવામાં આવ્યો હતો કે, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરત ભાજપના બીજા 4 કોર્પોરેટર પણ પોઝિટિવ આવ્યા છે. અહીં નોંધનીય છે કે, હેમાલી બોઘાવાલા મેયર પદે નિયુકત થયા ત્યારથી જ વિવાદોમાં રહ્યાં છે.

પહેલાં દિવસથી જ તેમણે કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ કર્યો છે. માસ્ક ન પહેરીને લોકોની ભીડ એકત્ર કરી સોશિયલ ડિસ્ટન્સટીંગનો ભંગ કર્યો હતો. આટલું ઓછુ હતું તો તેમણે 2 દિવસ અગાઉ માસ્ક ન પહેરનારની વિરુદ્ધ દંડ નહીં લેવાય તેવી વિવાદીત જાહેરાત કરવામાં આવી હતી.

આની સાથે જ વડોદરાના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પણ હોમ ક્વોરન્ટીન થઈને હાલમાં સારવાર લઈ રહ્યા છે. અહીં નોંધનીય છે કે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ તથા સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજોએ રોડ સેફટી અંગે અવેરનેસ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી હતી.

છેલ્લા કેટલાંક સમયથી સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. ભાજપના કોર્પોરેટરો પણ તેનાથી બાકાત રહ્યા નથી. આજે વધુ એક કોર્પોરેટર વોર્ડ નંબર 9ના રાજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલમાં તેઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

સમગ્ર શહેરમાં કોરોના સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આરોગ્ય વિભાગે અથાગ પરિશ્રમ કરવા છતાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ જ ઘાતક સાબિત થઇ રહ્યો છે. મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ માટે ચિંતાજનક વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *