Sari of Rama’s History: આખું વિશ્વ હાલમાં રામના( Sari of Rama’s History ) રંગમાં રંગાયેલું છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી, 2024ના રોજ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશવાસીઓ પોતાની ઈચ્છા અને શક્તિ પ્રમાણે કંઈને કંઈક નવીન કરી રહ્યા છે. આવું જ કંઈક સુરતના કાપડના વેપારીઓએ કર્યું છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.સાડીમાં રામાયણના તમામ ઘટનાઓનું વર્ણન રામજન્મથી લઈ વનવાસ સીતાહરણ હનુમાન મિલાપ લંકા દહન અને અયોધ્યા વાપસીનું વર્ણન કરાયું છે.
આ સાડી માત્ર પૂજામાં ઉપયોગમાં લેવામાં આવશે
આ સાડીમા ભગવાન રામની જીવન લીલા દર્શાવવામાં આવી છે. જેમાં ભગવાન રામનું અયોધ્યા ખાતેનું જૂનું મંદિર તેમજ નવું મંદિર, ભગવાન રામની વાનર સેના સાથે જ અને ભગવાન રામ સીતાજી લક્ષ્મણજીને દર્શાવવામાં આવ્યા છે. આ સાડી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે, આ પ્રકારની 100 જેટલી સાડી તૈયાર કરાશે જે સાડી અયોધ્યા રામ મંદિર ખાતે જશે. આ સાડીની ખાસ વાત એ છે કે, આ તૈયાર થયેલી સાડી પહેરવા માટે નથી. ભગવાન રામની મર્યાદા જાળવવા માટે આ સાડી માત્ર પૂજામાં ઉપયોગમાં લેવામાં આવશે
વિવિધ રામ મંદિરોમાં વિનામૂલ્યે મોકલવામાં આવશે
આવી સાડીઓ તૈયાર કર્યા બાદ ભગવાન રામ સાથે બિરાજમાન માતા જાનકી માટે સુરત સહિત દેશના વિવિધ રામ મંદિરોમાં વિનામૂલ્યે મોકલવામાં આવશે. સાડીઓના શહેરમાં, સુરતમાં અગાઉ પણ દેશના વિવિધ પ્રસંગો પર સાડીઓ છાપવામાં આવી છે. પરંતુ, આ વખતે ભગવાન રામની નગરી અયોધ્યામાં બનેલા મંદિરની તસવીર સાથે સાડીઓ છાપવામાં આવી રહી છે.
22 દિવસની મહેનત બાદ સાડી તૈયાર
આ સાડી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવાના આવી છે, જે એક માસ્ટર દ્વારા સાડી ડિઝાઇન કરાઈ છે. આ સાડી સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ 22 તારીખે મોકલવામાં આવશે. આ કારીગરી દ્વારા અગાઉ પણ સર્જીકલ સ્ટ્રાઈક, કાશ્મીર ફાઇલ પર પણ સાડીઓ તૈયાર કરાઈ ચુકી છે ત્યારે ભગવાન રામ ના રંગ માં રંગાઈ ભગવા રંગની આ સાડી સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે
હાલમાં, તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ખાસ સાડીઓ સુરત શહેરના તમામ રામ મંદિરોમાં મોકલવામાં આવશે અને ત્યાં હાજર માતા જાનકી પહેરશે. જો ભારતમાં ક્યાંય પણ રામ મંદિરમાંથી આવી સાડીઓની માંગ થશે તો ત્યાં પણ આ રામ સાડીઓ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમ પણ આ વેપારીઓએ જણાવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube