પોલીસની CPR ટ્રેનિંગ કામ લાગી: સુરત માર્કેટમાં બેહોશ મહિલાને લેડી કૉન્સ્ટેબલે મોઢેથી શ્વાસ આપી બચાવી- જુઓ વિડીયો

Surat Police News: સુરત સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને પગલે સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓ(Surat Police News) અને શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે આ તાલિમ હવે કામ લાગી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાંગારુ સર્કલ પાસે મહિલાને બચાવી લેવામાં આવી હતી.

કૉન્સ્ટેબલની પ્રસંશનીય કામગીરીને લોકો દાદ આપી રહ્યાં છે
હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સુરત મહિલા પોલીસ કૉન્સ્ટેબલની પ્રસંશનીય કામગીરીને લોકો દાદ આપી રહ્યાં છે. ખરેખરમાં ઘટના એવી છે કે, સુરતના કાંગારુ સર્કલ નજીક રવિવારી માર્કેટમાં એક મહિલા અચાનક બેભાન થઇને ઢળી પડી હતી, માર્કેટમાં ખરીદી કરવા આવેલી મહિલાને અચાનક ખેંચ આવી ગઇ અને બાદમાં તે બેભાન થઇને ઢળી પડી હતી. લોકો એકઠા થઇ ગયા હતા અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, જોકે, ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસ કૉન્સ્ટેબલે તરત જ સમગ્ર ઘટનાને જોતા તે મહિલાને તરત જ સીઆરપી આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પહેલા મહિલાને હાર્ટ દબાયુ બાદમાં તેને મોઢેથી શ્વાસોશ્વસની ક્રિયા કરીને સીઆરપી આપી હતી. આ પ્રક્રિયા બાદ મહિલા ફરીથી હોશમાં આવી હતી. ખાસ વાત છે કે, મહિલા પોલીસ કૉન્સ્ટેબલની આ પ્રસંશનીય કામગીરીને લોકો બિદરાવી રહ્યાં છે. પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવતી CPRની ટ્રેનિંગ અહીં એક મહિલાનો જીવ બચાવવા માટે કામ લાગી હતી.

અચાનક મહિલા ઢળી પડી
સૂત્રો અનુસાર સુરત પોલીસ ની મહિલા પોલીસ ની સરનીય કામગીરી સામે આવી છે. ગુજરાત પોલીસની મહિલા કોન્સ્ટેબલ કે.કે. ધોલિયા બંદોબસ્તમાં હતી તે દરમિયાન ગંગા હોટેલ કાંગારૂ સર્કલ પાસે માર્કેટમાં ખરીદી કરવા આવેલા એક મહિલા ઢળી પડી હતી. આ મહિલાને હ્ર્દય રોગનો હુમલો આવ્યો હોય તેમ લાગી રહ્યું હતું. મહિલા પોલીસકર્મીએ CPR આપી પોતાના મોઢા થી શ્વાસ આપીને આ મહિલાઓનો જીવ બચાવ્યો હતો.

મોં વડે શ્વાસો શ્વાસની ક્રિયા કરી
મહિલા પોલીસ કર્મચારીએ કહ્યું કે, ખરીદી કરવા આવેલા બહેનને ખેંચ (મિરગી) આવતા ઢળી પડી હતી. જેથી તાત્કાલિક અમને શીખવવામાં આવેલું સીપીઆર અને મોં વડે શ્વાસો શ્વાસની ક્રિયા કરી હતી. જેથી મહિલાને ભાનમાં લાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.