સુરત(Surat): શહેરમાં બેટી બચાઓ બેટી પઢાઓના સરકારના દાવા પોકળ સાબિત થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, મેટાસ સ્કૂલ(METAS ADVENTIST SCHOOL)ની મનમાની સામે આવી છે. 8 જેટલા વિદ્યાર્થીઓને ફી ન ભરાતા સ્કૂલમાંથી એલસી આપી દેવામાં આવ્યું છે. સ્કૂલ ફી ન ભરતાં વિદ્યાર્થીઓને શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, શાળાની બહાર વાલીઓએ વિદ્યાર્થીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વિરોધ દરમિયાન સ્કુલની વિદ્યાર્થીનીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. ધરણા સમયે વિદ્યાર્થીનીઓ કેમેરા સામે જ રડી પડી હતી. સારા માર્કસ લાવવા છતા પણ શાળાઓની આવી મનમાનીને કારણે દીકરીઓની આંખમાંથી આસું સરી પડ્યા હતા.
મહત્વનું છે કે, સુરતની અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મેટાસ સેવન્થ ડે સ્કૂલના સંચાલકો દ્વારા 8 વિદ્યાર્થીઓને લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવ્યું હતુ. ફી ન ભરવામાં આવતા શાળાએ વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂક્યા હતા. જેને કારણે આજે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓ સાથે શાળાની બહાર ધરણા પર બેસ્યા હતા.
જો વાત કરવામાં આવે તો એક બાજુ સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરી રહી છે. તેમજ ફી ન ભરી હોય તો કોઈ બાળકને શાળામાંથી કાઢી શકાય નહિ તેવી DEOની સૂચના હોવા છતા પ્રાઈવેટ સ્કૂલો પોતાની મનમાની ચલાવી રહી છે. જાણે કે ખાનગી શાળાઓ દાદીગીરી પર ઉતરી આવી છે.
ઉલ્લેખનીય છે કે, શાળાની આ પ્રકારની મનમાની જોઈને વિદ્યાર્થીઓ કેમેરા સામે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. વિદ્યાર્થીનીઓએ રડતા રડતા જણાવ્યું હતું કે, અમે તો મસ્તી પણ નથી કરી, ફી બાકી છે તેમા અમને LC આપી દીધું છે. તો અન્ય એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, આજે મેં સવારથી વિચાર્યુ હતું કે હુ સ્કૂલે જઈશ, મસ્તી કરીશ, પરંતુ સવારથી અહીં સાવ ઉલટુ જ ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.