સમગ્ર રાજ્યમાં કોરોનાએ ખુબ જ આંતક મચાવ્યો છે. ત્યારે કોરોનાના વધતા સંક્રમણમાં અમદાવાદ પછી સુરતનો નંબર આવે છે. ત્યારે આજથી 5 મે સુધી સુરતમાં ઘણી ટેક્સટાઇલ માર્કેટો અને હીરાબજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે સુરતની મહિધરપુરા હીરા માર્કેટને પણ બંધ રાખવા સ્થાનિક PI દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે સાથે સુરત પોલીસ અને પાલિકા દ્વારા સવારથી જ ફૂટ પેટ્રોલિંગ કરીને કોરોના સંક્રમણ ફેલાય તેવા શંકાસ્પદ સ્થાનોને બંધ કરાવવા લોકોને ફરજ પાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રૂપાણી સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે આગામી આઠ દિવસમાં કેટલાક કડક પ્રતિબંધો તથા રાત્રિ કર્ફ્યૂ દ્વારા કોરોના પર વિજય મેળવવા લોકોને સાથે મળીને લડાઈમાં જોડાવા કહ્યું હતું.
સુરતમાં ઔદ્યોગિક એકમ સહીતના એકમો પૈકી કાપડ માર્કેટને પણ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાતા વેપારીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાય ગયા છે. જયારે આવતી કાલે જ તાત્કાલિક સાત વાગ્યા આજુ બાજુ પોલીસ કમિશનર દ્વારા કાપડ માર્કેટ ફોસ્ટાના પ્રમુખ ગણાતા અગ્રવાલને કોલ કરીને આવતી કાલથી 5 મે સુધી તમામ માર્કેટ બંધ રાખવા માટે કહ્યું હતું. જેને લીધે ઘણા વેપારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. ઘણા ખરા વેપારીઓ પોતાના ઘરે પહોચી ગયા ત્યાર બાદ આ નિર્ણય લેવાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. સાથે વધતા કોરોનાના સંક્રમણને કારણે વેપારીઓએ આ નિર્ણયને સ્વીકારી લીધો હતો.
ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ સાડદાએ જણાવતા કહ્યું હતું કે, સુરત શહેર પોલીસ કમિશનર એ ફોસ્ટાના પ્રમુખને ફોને કરીને આજથી એટલે કે 28 તારીખથી 5 મે સુધી તમામ માર્કેટો બંધ રાખવા જણાવ્યું હતું. પોલીસ દ્વારા તમામ માર્કેટની અંદર આજથી 5 મેં સુધી તમામ માર્કેટ બંધ રાખવાની જાણ કરવામાં આવી હતી.
જયારે કાપડ માર્કેટની સાથે હીરા બજાર પણ 5 મેં સુધી બંધ રાખવામાં આવશે. મહીધરપુરા હીરા બજારને આજથી બંધ રાખવા માટે સ્થાનિક પોલીસ દ્વારા જાણ કરી દેવામાં આવી હતી. મહિધરપુરા હીરા બજાર એસોસિએશન સાથે ટ્રેડર્સ એસોસિએશન અને બ્રોકર એસોસિએશનને પણ આજથી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કાપડ માર્કેટ અને હીરા બજારની સાથે સુરત શહેરમાં આજ થી 5 મે સુધી તમામ શોપિંગ સેન્ટરો, મોલ, સિનેમા ગૃહ, બજાર, ઓડિટોરિમય, સ્વીમીંગ પુલ, જીમ, બાગ – બગીચાઓ, ગાર્ડન, જીમ, સ્પા, હેર સલુન, એમ્યુઝમેન્ટ પાર્ક અને બ્યુટી પાર્લર બંધ રહેશે.
અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત્ રહેશે. આ 29 શહેરમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
આ પરિસ્થિતિમાં લગ્ન સમયે 50થી વધુ વ્યક્તિઓ લગ્ન સમારોહમાં જોડાઈ શકશે નહી. જયારે અંતિમ ક્રિયા દરીમિયન 20 વ્યક્તિઓ જ હાજર રહી શકશે. સાથે સરકારી, અર્ધ સરકારી ,ખાનગી કંપનીઓ તથા ખાનગી ઓફિસ 50% વ્યક્તિ સાથે ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડાઓ બંધ રહેશે. સાથે તમામ ધાર્મિક સ્થાનો જાહેર જાણતા માટે બંધ રહેશે. બસો 50% પેસેન્જર સાથે ચાલુ રાખી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.