સુરત(ગુજરાત): સુરત શહેરમાં શર્મજનક બનાવ સામે આવ્યો છે. ધોરણ 10માં ભણતી બહેને પોતાની જ મોટી બહેનનો ઘરસંસાર ભાંગી નાંખ્યો છે. સુરતના શહેરનાં સચિન વિસ્તારમાં રહેતી નાની બહેન રોજ પોતાના જીજાજી સાથે વીડિયો કોલિંગમાં વાતો કરતી હતી. ત્યારે તેમના વચ્ચે પ્રેમસંબંધ બન્યો હતો. ત્યારબાદ બિહારમાં રહેતો જીજાજી સુરત આવીને સગીરાને ભગાડીને લઇ ગયો હતો.
આખો દિવસ દીકરી ન દેખાતા માતાપિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, સાળી પોતાના જ જીજાજી સાથે ભાગી ગયા છે. મોટી બહેનને 2 બાળકો છે. અત્યારે માતાની સાથે 2 પુત્ર પણ પિતાનાં ઘરે રહે છે. પોલીસે સાળી અને જીજાજીને બેંગ્લોરથી પકડી લાવ્યાં છે. સગીરાએ સેંથામાં સિંદુર પણ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તે પહેલા મારા જીજાજી હતા હવે મારા પતિ છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાઇ ગયા છે.
મળતી માહિતી અનુસાર, બેંગ્લોરથી ઝડપાયેલા બંનેને સુરત લાવ્યા બાદ સગીરાની શારિરીક તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યારે તેણે ડોકટરોને જણાવ્યું હતું કે, ‘મેં ને ભાગ કર અપને જીજાજી સે શાદી કર લી હે, હમ રોજ મોબાઈલ પર વીડિયો કોલિંગ સે બાત કરતે થે, મુજે બહુત અચ્છા લગતા થા, બસ મેં ઉનકે બીના નહિ રહ શકતી ઔર મેં ભાગ ગઇ. મે ઉનકે સાથ શારીરિક સંબંધ ભી બના ચુકી હું.
સગીરાનાં ભાઇએ આ અંગે જણાવ્યું હતું કે, નાની બહેન ઘરમાં બધાની લાડકી છે. પિતાની બુટ-ચપ્પલની દુકાન છે અને હું એમ્બ્રોડરીનો કારીગર છું. જેથી અમે લોકો આખો દિવસ ઘરની બહાર રહીએ છીએ, જેથી ઘરે મમ્મી અને નાની બહેન જ હોય છે. બિહારમાં મોટી બહેનના લગ્ન થયા છે, અને તેને 2 બાળકો પણ છે. એક દિવસ અચાનક મોટી બહેનનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, જીજાજી સાળીને ભાગડીને લઇ ગયો હતો. જીજાજી એ જ બહેનને ફોન કરીને કહ્યું હતું કે, હું તેરી બહેન કો, લે કે જા રહા હું. ત્યારે મોટી બહેનને ખબર પડી હતી કે, જીજાજી સુરત આવ્યા હતાં મારી નાની બહેનને ભગાડીને લઇ ગયા છે.
ત્યારબાદ અમે મોટી બહેનનાં જણાવ્યા મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, બંનેની કોઇ જાણ થઇ ન હતી. 20 દિવસ પછી ફરીથી જીજાજીનો ફોન બહેન પર આવ્યો હતી અને કહ્યું હતું કે, અમે લગ્ન કરી લીધા છે. ત્યારબાદ પોલીસે તે ફોનનું લોકેશન શોધતા તે બેંગાલૂરીનું બતાવ્યું હતું. પછી પોલીસે ત્યાં જઇને તે બંનેને સુરત લઇ આવ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.