સુરત(Surat): શહેરની વરાછા(Varachha) વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી(BJP)ના ધારાસભ્ય સરકારની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવતાં રહેતા હોય છે. જેને કારણે સુરત મહાનગર પાલિકા(SMC)ના ભાજપના જ શાસકોની કામગીરી સામે આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કુમાર કાનાણી(Kumar Kanani)એ કમિશનરને પત્ર લખીને ભેસ્તાન લેક ગાર્ડનને રી-ડેવલપ(Re-develop) કરવા માટેનો નિર્ણય લેવાયો છે. જેને લઈને અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. કુમાર કાનાણીનું કહેવું છે કે, 11 વર્ષ પહેલા ભેસ્તાન લેક ગાર્ડન(Bhestan Lake Garden) તૈયાર કરવામાં આવ્યું હતું. સમયાંતરે તેના સમારકામ માટે અને જાળવણી માટે ખર્ચ કરવામાં આવતો રહ્યો છે. ત્યારે હવે તાત્કાલિક પણે રી-ડેવલપમેન્ટ(Re-development) કરવાની જરૂરીયાત કેમ ઊભી થઈ છે.
સવાલો ઉઠાવતાં શાસકો મુકાયા મુશ્કેલીમાં:
ભેસ્તાન લેક ગાર્ડનની જાળવણી માટે ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા પછી પણ આવી સ્થિતિ કેમ સર્જાય છે? તેવો મહત્વનો પ્રશ્ન તેમને ઉઠાવતા ભારતીય જનતા પાર્ટીના શાસકો પણ સમસ્યામાં મુકાયા છે. કુમાર કાનાણીએ પત્રમાં સ્પષ્ટ લખતા જણાવ્યું છે કે, જો ભેસ્તાન લેક ગાર્ડન રી-ડેવલપમેન્ટ કરવામાં આવતું હોય તો મારા મત વિસ્તારના મહારાણા પ્રતાપ ઉદ્યાન ચોપાટીને રી-ડેવલપમેન્ટ કરવાનો વિચાર કેમ નથી આવતો. આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની કામગીરી ઉપર તેમણે કટાક્ષ કરતા સવાલો ઉઠાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.
કમિશનરને પત્ર લખીને કરી આ વાત:
કોરોના કાળ દરમિયાન સર્જાયેલી આર્થિક મુશ્કેલીને કારણે સુરત મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. તો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રી-ડેવલપમેન્ટના કામ બેદરકારીને કારણે કરવા પડી રહ્યા છે તે કેટલું વ્યાજબી કહી શકાય. આ પ્રકારના ખર્ચ માટે જવાબદાર કોણ? એવો સળગતો પ્રશ્ન કુમાર કાનાણીએ પૂછ્યો હતો. કુમાર કાનાણી ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય હોવા છતાં મહાનગર પાલિકાના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની કામગીરી સામે સમયાંતરે અનેક પ્રશ્નો ઉઠાવતા રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે કુમાર કાનાણી જ્યારે કોઈપણ મુદ્દાને લઈને મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખે છે. ત્યારે સત્તામાં રહેલા ભાજપના નેતાઓની સ્થિતી જોવા જેવી થઈ જાય છે અને કુમાર કાનાણીના વિરોધમાં સુરત શહેરના સંગઠનમાં જ ખળભળાટ મચી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.