બે સગા ભાઈના ઝગડામાં પાડોશી યુવક પડ્યો અને ધારદાર કોઈતાથી નાનાભાઈને વેતરી નાખ્યો

સુરતમાં જયારે હત્યાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યારે રાંદેર વિસ્તારમાં ઘરમાં ખર્ચ  માટે રૂપિયા નહી આપતા મોટાભાઈ સાથે ઝગડો કરતો નાનો ભાઈ જેમે-તેમ અપશબ્દો બોલતો હોવાથી પાડોશી યુવાને તેને સમજવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ દરમિયાન નાનો ભાઈ ઉશ્કેરાયને પાડોશી યુવાન સાથે ઝગડો કરવા લાગ્યો હતો. જેને લઈને યુવાને આવેશમાં આવીને અપશબ્દો બોલતા યુવાનને તીક્ષણ હથિયાર વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દેતા હોબાળો મચી જવાં પામ્યો હતો. આ ઘટના અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, સુરતના ઉગત ખાતે આવેલા હળપતિ વાસમાં રહેતો અને મજૂરી કરીને કામ કરતા બે દીકરામાં મોટો દીકરો કલ્પેશ પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. પરંતુ મોટો ભાઈ જયેશ પરિવારને મદદ નહિ કરતો હોવાને લઇને નાનો ભાઈ તેની સાથે ઝગડો કરી ગમે-તેમ ગાળાગાળી કરી અપશબ્દ બોલતો હતો.

આ દરમિયાન તેના મોહલ્લામાં રહેતો મનોજ નામનો યુવાન કલ્પેશને માથાકૂટ નહિ કરવાની ટકોર કરતા કલ્પેશ ઉશ્કેરાય ગયો હતો. અને પાડોસી યુવાન સાથે માથાકૂટ કરી તેના પરિવાર બાબતે અપશબ્દો બોલવાનું શરુ કર્યું હતું. તે પોતાના ભાઈના ઝગડો છોડી પાડોશી યુવાન સાથે ઝગડો કરવા લગ્યો હતો. આ દરમિયાન ઝગડો વધુ ઉગ્ર બન્યો હતો. 

જેથી પાડોશી યુવાન પોતાના ઘરમાંથી માછલી કાપવાનું કોઈતું લઈ આવ્યો અને તેણે કલ્પેશ પર હુમલો કર્યો હતો. જેને લઈને તેનું ઘટના સાથળ પર જ કરુણ મોત થયું હતું. આ હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવાં પામ્યો હતો. જોકે, હત્યાની જાણકારી મળતા તાત્કાલિક રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોચી અને આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *