હાથરસની ઘટનાના પડઘા ગુંજ્યા નવસારીમાં – ફક્ત 12 વર્ષીય બાળકી પર ત્રણ પિતરાઈ ભાઈઓએ મળી આચર્યું દુષ્કર્મ 

ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેનો હાલમાં સમગ્ર દેશમાં ઉગ્ર રીતે વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ આવી જ એક દુષ્કર્મની…

ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેનો હાલમાં સમગ્ર દેશમાં ઉગ્ર રીતે વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ આવી જ એક દુષ્કર્મની ઘટના નવસારીમાંથી સામે આવી રહી છે. રાજ્યમાં નવસારીમાં આવેલ ખેરગામ તાલુકાનાં એક ગામમાં રહેતાં શ્રમજીવી પરિવારની માત્ર 12 વર્ષની અબૂધ બાળકીની એકલતાનો લાભ લઈને પાડોશમાં રહેતા વાસના લોલૂપ કુલ 3 પિતરાઈ ભાઈઓએ સગીરાને ડરાવી ધમકાવીને ઘણીવાર પોતાની હવસનો શિકાર બનાવીને બાળકીને ગર્ભવતી બનાવી હોવાનું બાળકીના માતા પિતાના આક્ષેપથી ભારે હોબાળો મચી ગયો છે.

નવસારી જિલ્લામાં આવેલ ખેરગામ તાલુકાનાં એક ગામમાં રહેતા પરિવારના મોભી એમની પત્ની, માત્ર 16 તથા 12 વર્ષીય દીકરીઓ તેમજ માત્ર 10 વર્ષનો દીકરો સાથે રહે છે તથા વલસાડમાં આવેલ એક દુકાનમાં મજૂરી કામ કરે છે. આર્થિક સ્થિતિ અત્યંત કફોડી હોય પરિવારની મહિલા સભ્ય ધરકામ કરે છે, પતિ દારૂડિયો હોય સંતાનનું પાલનપોષણ માતા જ કરે છે.

પિતા વલસાડ આવતા હોય તથા માતા બીજાનાં ઘરકામ કરવા બહાર જતી હોય સંતાનો એકલા જ રહે છે. પાડોશમાં રહેલા પરિવારના સભ્યો તથા માત્ર 12 વર્ષનાં સગીરાના પિતરાઈ ભાઈઓ હિરેન કિશોર પટેલ, સાગર સુનિલ પટેલ અને તેનોનાના ભાઈ અભિષેક પટેલનો વાસનાનો કીડો સળવળતા કામાંધ બની ગયેલ બલીકની એની એકલતાનો ગેરલાભ ઉઠાવીને અબૂધ બાળકીની સાથે ઘણીવાર દુષ્કર્મ આચર્યું હતું.

જેને કારણે અબૂધ બાળકીને અંદાજે 3 મહીનાનો ગર્ભ રહી ગયો હોવાનો ખુલ્લો આરોપ ભોગ બનેલ સગીરાના માતા પિતાએ મીડિયા સમક્ષ કરતા હોબાળો મચી ગયો છે. આ બાબતની સત્તાવાર ફરિયાદ નોંધવા માટે ખેરગામ પોલીસની ટીમ વલસાડમાં આવીને ભોગ બનેલ બાળકી સહિત એમના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *