બનાસકાંઠાના આ શિક્ષકે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન મેળવી ગુજરાતની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાવી…

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતને લઈ એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આવેલ બનાસકાંઠામાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે. જેને જાની…

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતને લઈ એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આવેલ બનાસકાંઠામાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે. જેને જાની તમામ રાજ્યવાસીઓને ગૌરવની અનુભૂતિ થશે. ‘એક શિક્ષક કભી સાધારણ નહી હોતા’ની ઉક્તિને સાર્થક કરી બતાવી છે રાજ્યમાં આવેલ બનાસકાંઠાના એક શિક્ષકે.

બનાસકાંઠાનો એક એવો શિક્ષક કે, જેણે પોતાના વિદ્યાર્થીઓને વાંચતા કરવા માટે વર્ષ 1999થી જોડાક્ષર વિનાની વાર્તા તથા ગીતો લખવાની શરૂઆત કરી હતી. જો કે, શિક્ષકે અત્યાર સુધીમાં કુલ 3,236 જોડાક્ષરો વગરની બાળ વાર્તાઓ લખીને લિમ્કા, ગીનીસ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને અજોડ સિદ્ધિઓ હાંસલ કરી છે.

બનાસકાંઠા જિલ્લાનાં ડીસા તાલુકામાં આવેલ સણવ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ પંડ્યા નામના શિક્ષકે પોતાના શિક્ષકકાળ દરમિયાન વર્ષ 1999થી અત્યાર સુધીમાં કુલ 3,236 જોડાક્ષરો વગરની વાર્તા તથા ગીતોની રચના કરી નાંખી છે.

અહી મહત્ત્વની વાત એ રહેલી છે કે, ભાવેશભાઇની આ પ્રતિભાને જોઈ એમને લિમ્કા, ગીનીઝ તથા એશિયા બુક ઓફ રેકર્ડ સહિત ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ભાવેશ પંડ્યા પોતે સાબરકાંઠા જિલ્લામાં આવેલ મેઘરજ ગામના રહેવાસી છે. તેઓ વર્ષ 1999મા ડીસામાં આવેલ સણવ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતાં.

જો કે, તે સમયે શાળામાં હાજર બાળકોને વાંચન કરતા આવડતું ન હતું. જેને કારણે શિક્ષક ભાવેશ પંડ્યાએ જોડાક્ષરો વગરની વાર્તા તથા ગીતોની રચના બાળકોને વાંચન કરાવવાનું શરૂ કરી દીધું. જો કે, શિક્ષકના આ અનોખા પ્રયોગના કારણે બાળકો આસાનીથી લખતાં વાંચતા થઈ ગયા છે.

જેને લઈને વિદ્યાર્થીઓ એકદમ સરળ રીતે અભ્યાસ કરતા થઈ જતા શિક્ષકની મહેનત સોળે કળાયે ખીલી ઉઠી છે. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા એ ઉક્તિ આ શિક્ષકે સાર્થક કરી બતાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *