સુરતના મજુરાગેટ બ્રિજ રાત્રિના સમયે ભરાતાં લલનાઓનાં બજારની હકીકત પ્રકાશમાં આવતાં શહેર પોલીસ એક્શનમાં આવી છે. લોકો માટે માથાના દુખાવા સમાન બનેલાં આ દૂષણને ડામવા માટે ઉમરા, અઠવા અને ખટોદરા પોલીસને એક-એક મહિલા અને પુરુષ પોલીસકર્મીની ટીમ બનાવી સાંજે છ થી રાતે અગિયાર વાગ્યા સુધી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવા ડીસીપી વિધી ચૌધરીએ આદેશ આપ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી ફરી મજુરાગેટ બ્રિજ નીચે અને તેના બંને તરફના જાહેર માર્ગ પર લલનાઓ ઉપર લલનાઓ ફરતી થઈ હોવાની બૂમો ઉઠી હતી. આ વિસ્તારમાં હોસ્પિટલ, હોસ્ટેલ, કોલેજ, આઈટીઆઈ અને સ્ટ્રીટ શોપિંગ એરિયા .
આ મામલે ડીસીપી વિધી ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉમરા, અઠવા અને ખટોદરા પોલીસને એક એક મહિલા અને પુરુષ પોલીસકર્મીની ટીમ બનાવી સાંજે 6થી રાત્રે 11 વાગ્યા સુધી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવા આદેશ અપાયો છે. અહીં ઉભી રહેતી લલનાઓ પાસે આવનારા પુરુષોને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરાશે. તેમ છતાં લોકોને કોઈ ફરિયાદ હોય તકો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.