Surat Palsana Nursing Student Suicide: ગુજરાત (Gujarat)રાજ્યના સુરત (Surat)માં પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલા સંસ્કાર વિદ્યા સંકુલ (Sanskar Vidya Sankul)ના નર્સિંગ વિભાગ (Department of Nursing)માં અભ્યાસ કરતી એક યુવતીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હોવાની ધટના સામે આવી છે. પોલીસને ઘટનાની જાણ થતા તરતજ ઘટના સ્થળે ટીમ સાથે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે એક્શનમાં આવી ગય હતી, સંચાલકો સામે ગુનો નોંધી સંકુલના આચાર્ય અને ટોર્ચર કરનાર શિક્ષકાની ધરપકડ કરાઈ હતી.
ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે શિક્ષણનું ધામ ગણાતા એવા સંસ્કાર વિદ્યા સંકુલ વિવાદમાં સપડાઇ હતી. સંસ્કાર વિદ્યા સંકુલમાં વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, ત્યારે ગામડા ગામની યુવતીઓ અહી નર્સિંગ માટે પણ અભ્યાસ કરવા માટે આવે છે.
આ તમામ યુવતીઓ પૈકી બારડોલી તાલુકાના કિકવાડ ગામની સોનલ જીતેશભાઈ ચૌધરી (Sonal Chaudhari) નામની એક યુવતી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. સોનલએ આપ્ઘત્ર કરી લેતા ટૂંકી સારવાર દરમિયાન તેની કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે ત્યાં હાજર મોટી સંખ્યામાં પરિવારજનોએ તેમજ ગ્રામજનોએ ન્યાયિક તપાસની માગ કરી હતી અને મૃતદેહને મોડી રાત્રે પી.એમ માટે જવા દેઅવામાં આવ્યો ન હતો. ત્યારે આખરે પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવતીના પરિવારજનોની ફરિયાદ લઇ આત્મહત્યા દુષપ્રેરણનો ગુનો દાખલ કરાયો હતો.
મળેલી માહિતી અનુસાર સોનલ ચૌધરી (Sonal Chaudhari) પર શિક્ષિકા અને આચાર્યએ ચોરી કર્યાનો આક્ષેપ કર્યો હતો અને તેથીજ પરેશાન થઈને તેણે પોતાનું જીવન સંકેલી લીધું હતું. સોનલ ચૌધરીના પરિવારના લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સોનલ ચૌધરીને કોઈપણ જાતની બીમારી ન હતી. પરંતુ હોસ્ટેલમાં સોનલ ચૌધરી સામે વિવિધ પ્રકારના ચોરીના આક્ષેપો મૂકીને ખુબજ હેરાનગતિ કરવામાં આવી હતી. તેથી ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે સંસ્કાર વિદ્યાસંકુલના આચાર્ય અને યુવતીને ટોર્ચર કરનાર શિક્ષિકાની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.