સુરત(Surat): રાજ્યમાં અવારનવાર અનેક આપઘાતના બનાવો સામે આવતા રહેતા હોય છે. ત્યારે હવે સુરતમાં રહેતા યુવકે આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી છે. વાત કરવામાં આવે તો શહેરના પુણાગામ(Punagam) વિસ્તારની દીપમાલા સોસાયટીમાં રહેતા 33 વર્ષીય સંદીપ રમેશભાઈ હીરપરાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જોકે હજુ સુધી સુસાઈડ નોટ લખનારની બોડી મળી આવેલ નથી.
મળતી માહિતી અનુસાર સુરતના ઈચ્છાપુર ખાતે આવેલ ONGC બ્રિજ પરથી કૂદીને યુવકે આપઘાત કરી લીધો હોવાનું પોલીસનું માનવું છે. મહત્વનું છે કે, યુવકના આપઘાતની વાત સામે આવ્યા પહેલા ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સંદીપે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ONGC બ્રિજ પર સંદીપની બાઈક પડી હતી. આ બાઈકની ડીકીમાં તેણે લખેલ સુસાઇડ નોટ અને તેનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. હજુ સુધી તેમની બોડી મળી આવેલ નથી અને પોલીસ અને ફાયર વિભાગ તાપી નદીમાં બોડી શોધી રહ્યા છે.
સુસાઇડ નોટના અમુક અંશો:
સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે, જય સ્વામિનારાયણ મારે આવું પગલું ભરવું નહોતું પણ મને મજબૂર કરી દીધો છે. વંદનભાઈ તમારો સાડીનો માલ મારા મામાને ત્યાં એમને એમ જ પડ્યો છે. તમારો માલ ને વેચી નાખ્યો હોય અને તે પૈસા મેં વાપરી નાખ્યા હોય તો તમે મને પૈસા માટે પ્રેશર કરી શકો. તેમ છતાં મેં તમને દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા. તમે મને પ્રેશર આપ્યું અને લોકલ વોકલ વાળા પાસે પ્રેશર કરાવ્યું પૈસા માટે. લોકલ વોકલ માંથી મને કાઢી નાખ્યો તેમ છતાં પૈસા માટે તમે ફોન કરાવતા.
મેં તમને કીધું હતું કે તમારો માલ કોઈક ઓછી કિંમત એ લેશે તો પણ હું વેચીને નુકસાની ભોગવીને વધે તે પૈસા તમને આપી દઈશ. પણ તમારે અર્જન્ટ જ પૈસા જોતા હતા તે મારાથી શક્ય હતું નહીં. તમે મને ધમકી આપતા હતા કે જો પૈસા નહીં આપે તો લોકલ લોકલ માંથી કિશોરભાઈ ધામેલીયા અને હું તમારી ઘરે બેસી જઈશું. જ્યાં સુધી પૈસા નહિ આપો ત્યાં સુધી. મેં તમને પૈસા આપવાની ના તો નહોતી પાડીને. મેં તમને કીધું હતું કે આવશે તેમ પૈસા તમને આપી દઈશ.
લોકલ વોકલ ગ્રુપના ફાઉન્ડર અજયભાઈ પર લાગ્યા આરોપ:
વધુમાં સુસાઇડ નોટમાં લખ્યું છે કે, લોકલ વોકલ ગ્રુપના ફાઉન્ડર અજય ભાઈ ને મારે એટલું જ કહેવું છે કે, મેં એમની સાથે કોઈ હાથ ઉછીના નો નાણાકીય વ્યવહાર કર્યો નથી. તમે મને જાણ કર્યા વગર જ ગ્રુપમાંથી કાઢી નાખ્યો અને તમારી લોકલ વોકલ ની પોલીસીમાં તમે એવું કહો છો કે જો કોઈ વ્યક્તિ નાણાકીય વ્યવહાર કોઈ મેમ્બર સાથે કરશો તો તેમાં લોકલ વોકલ જવાબદાર નથી.
તો લોકલ વોકલમાંથી શા માટે પ્રેશર આપતા કે વંદનભાઈ ના પૈસા આપી દો. તમે પહેલા આખી વાત જાણો ત્યાર પછી પ્રેશર આપો. તમારી આવી હરકતને લીધે કોકનો જીવ લેવાઈ ગયો. આ સિવાય જે કોઈ વ્યક્તિ એ મારી સાથે નાણાકીય વ્યવહાર કર્યો છે તે પૂરો થાય છે. તેમાં મારા ઘરેથી મારા પપ્પા કે મારા મમ્મી જવાબદાર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.